અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ સ્ટેશનના વહીવટદારો બની પોતાનો રોફ ઝાડતા અનેક પોલીસ કર્મીઓ નો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
અમદાવાદ શહેરમાં વહીવટદાર રાજ ચાલે છે કે શું એના ઉપર પણ સવાલો ઉભા થવા પામ્યા છે.પોલીસ સ્ટેશન માં આવતી કોઈપણ કામગીરીમાં વહીવટદાર વચ્ચે આવી અને પોતાનો રોફ ઝાડી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી ને પોતાના હાથમાં લઈ પોતાની જ મનમાની ચલાવી મસમોટા વહીવટ કરતા હોવાની પણ અનેક ફરિયાદો ઉઠવા પામી છે.
તાજેતરમાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા વહીવટદારો ઉપર તવાઈ બોલાવી એક સાથે અનેક લોકોની બદલીઓ કરી હતી અને અનેક લોકોને સસ્પેન્ડ પણ કર્યા હતા પરંતુ ઉપરી અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતા હોઈ વહીવટદારો ને ફક્ત બદલી જ કરી દેવામાં આવી હતી અને એ વહીવટદારોએ જે તે પોલીસ સ્ટેશનનો વહીવટ તો ચાલુ જ રાખ્યો હતો.
અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા મહેન્દ્રસિંહ કે જેઓ અગાઉ વાડજ પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા હતા અને હાલમાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનનો વહીવટ કરી રહ્યા છે. આ મહેન્દ્રસિંહની વાત કરવામાં આવે તો પહેલા વાડજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે ત્યાં પણ વહીવટદાર હતા અને પોતાનો રોફ જમાવતા હતા હાલમાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન ખાતે પણ વહીવટદાર તરીકે રહી પોતાનો રોફ જમાવી રહ્યા છે.જો આ વહીવટદાર મહેન્દ્રસિંહ ની ખાતાકીય તપાસ કરવામાં આવે તો મસ મોટી માત્રા માં આવક કરતા વધુ સંપત્તિ મળી આવે તો નવાઈ નહીં.આ બાબતને લઈ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા વહીવટદાર મહેન્દ્ર સિંહ ની ખાતાકીય તપાસ થાય તો મહેન્દ્રસિંહ નો પાપનો ઘડો ફૂટવાની શક્યતાઓ સેવાઇ રહી છે અને મસ મોટી માત્રામાં આવક કરતા વધુ સંપત્તિ મળી આવે તેમ છે.
5
/ 100
SEO સ્કોર