ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી અને ગુજરાત રાજયન ડીજીપી દ્વારા ગુજરાત રાજ્યમાંથી દારૂ અને જુગારના અનેક અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલ છે પરંતુ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજયશ્રી વાસ્તવ સાહેબને આ વાત નું પાલન કરાવવાનો સમય ન હોય તેવું લાગી રહ્યું છે.
વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં એટલે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા જે વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા તે જ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડાઓ અને દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે પરંતુ કોઈજ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
વટવા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર રાજભા ની રહેમરાહે ચાલતા દેશી દારૂના અડ્ડાનું લિસ્ટ નીચે મુજબ છે :
—- શ્યામા પ્રસાદ મુખરજી નગર ચાર માળીયા કવાટર્સ ની અંદર બ્લોક નંબર 56 ની સામે નીચે દીનાબેન ઉર્ફે બકરાવાળા ડોસી તથા નીતાબેન અને દીપકભાઈ ત્રણે જણ ભેગા મળીને દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરે છે.
—- શ્યામા પ્રસાદ મુખરજી નગર ચાર માળીયા ક્વાર્ટર્સ ની બાજુની ગલીમાં આંગણવાડી આવેલ છે તેમજ તેની બાજુની ગલીઓમાં હરતા ફરતા દેશીદારૂ નું ખુલ્લેઆમ વેચાણ કરે છે.
—- ચાર માળીયા ક્વાર્ટર્સ માં ઉષા ભાઉ નામની મહિલા પ્લેટીનીયમ કોમ્પ્લેક્ષ ની બાજુમાં એસ એલ એમ ની ચાલી ની ઝૂંપડપટ્ટી ની અંદર સંતોક નામની મહિલા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરે છે.
—- વેટિકન ચોકી પાસે બચુભાઇ કુવા રોડ જતા ગુપ્તા મરછી ચિકન મટન ની દુકાનો પાસે નંદુ ઉર્ફે મરછી વાળી દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરે છે.
—- બચુભાઇ કુવા પાસે વેટિકન ચોકી થી અંદર જતા બચુભાઇ ના કુવા પાસે આગળ જતાં રોડ ઉપર હનુમાન નગરની બાજુમાં મુન્ની નામની મહિલા ખુલ્લેઆમ જાહેર રોડ ઉપર દેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ કરે છે.
—- વટવા ચુનારા વાસ આનંદ મરછીની પાછળની ગલીમાં રાજુભાઇ નામનો શખ્સ દેશોદારૂની ભઠ્ઠી ગાળે છે અને એની બાજુમાં છાપરા માં બાવો કરીને ઈસમ દેશી દારૂનું વેચાણ કરે છે.