છેલ્લા ઘણા મહિનાઓ પહેલા મહેસાણા જિલ્લા ના વિસનગરમાં બોપલ ના ભાવેશ પટેલ ઉપર એક ફરિયાદ તેની પત્ની દ્વારા કરવામાં આવી હતી અને તે કેસમાં ભાવેશ પટેલ ની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી અને આ ભાવેશ પટેલ પોતે બિલ્ડર હોવાનું કહી રહ્યો છે પરંતુ સાચી હકીકત કે જે લોક મુખે ચર્ચાઈ રહ્યો છે કે આ ભાવેશ પટેલ બોપલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અને આજુબાજુના વિસ્તારમાં મોટાપાયે ક્રિકેટ સટ્ટા બેટિંગ નો ધંધો ચલાવી રહ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે અને સૂત્રો દ્વારા બીજી વાત એ પણ જાણવા મળી રહી છે કે આ ભાવેશ પટેલ ના તમામ રૂપિયાના હવાલા બોપલ ખાતે આવેલ પી.એમ. આંગડિયા પેઢી માં જ થઈ રહ્યા છે. જો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને વિજિલન્સ ની ટીમ દ્વારા ભાવેશ પટેલ ની તપાસ કરવામાં આવે તો અત્યાર સુધીના સૌથી મોટા ક્રિકેટ સટ્ટા બેટિંગ નો પર્દાફાશ થાય એવો છે.
લોકમુખે બીજી પણ એક વાત ચર્ચાઈ રહી છે કે વિસનગર પોલીસ ઉપર પણ પ્રશ્નો ઉભા થવા પામ્યા છે કારણકે આટલા મહિનાઓ થઈ ગયા હોવા છતાં પણ વિસનગર પોલીસ દ્વારા ભાવેશ પટેલ ની ધરપકડ કેમ કરવામાં આવી નથી તે પણ એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.હવે જોવાનું એ રહ્યું કે વિસનગર પોલીસ ભાગેડુ ભાવેશ પટેલની ક્યારે ધરપકડ કરશે.
