અમદાવાદમાં મણીનગર ખાતે આવેલી વેદાંત સ્કૂલમાં સત્યડેની ટીમે સ્ટિંગ ઓપરેશન હાથ ધરી આસ્કૂલમાં ચાલતા કાળા કારોબારની ધિકતી કમાણીનો કાળો ચિઠ્ઠો ખોલી નાખ્યો છે.
આ સ્ટિંગમાં ખુલાસો થઈ ચૂક્યો છે કે રશીદ વગર કેટલા રૂપિયા વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવે છે તેનો હિસાબ હવે સરકાર સામે છે,આ પ્રકરણમાં સરકારનોજવાબદાર વિભાગ આંખ આડા કાન કરી રહયાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
વેદાંત સ્કૂલમાં ઉઘરાવવામાં આવતા નાણાં મામલે બ્લેકમની નો ઇશ્યુ પણ તપાસનો મુદ્દો છે આ ટ્રસ્ટમાં રશીદ વગરની કાળી કમાણી નો હિસાબ કોણ માંગશે ! આ પ્રકરણમાં ધારિણી શુકલા, અનિલ શુકલા, જ્યોતિ શુકલા વગરેએ પ્રોપર જવાબ આપ્યો નથી કે રશીદ વગર જે મોટી રકમ ઉઘરવાવમાં આવી રહી છે તે શું ફી નિયમન એક્ટની જોગવાઈ મુજબ છે અને જો તેઓના મતે હા હોયતો અંડર ટેબલ કેમ વ્યવહાર થઈ રહ્યો છે ?બધુજ ક્લીઅર હોવાછતાં આ ઉઘાડી લૂંટ મામલે તંત્ર કેમ ચૂપ થઈ ગયું છે ?તે સવાલ હવે જનતા જનાર્દનમાં ચર્ચાનો વિષય બન્યો છે.
શિક્ષણનું વેપારી કરણ કરી કરોડો રૂપિયા કમાઈ રહેલા જાડી ચામડીના સંચાલકો સરકારી નિયમોને ઘોળીને પી ગયા છે જે વાત સામે આવી છે.
છતાં વ્હાઇટ કોલર વેપારની જેમ તેને જોવામાં આવી રહ્યું છે પરિણામ સ્વરૂપ આજે અનેક મોટી પાર્ટીઓએ આ ક્ષેત્રમાં ઘૂસપેઠ કરી છે.
શાળા સંચાલક બની બેઠેલા આવા લોકો બ્લેકને વ્હાઇટ કરવાનો મોટો ખેલ કરી રહયા છે તેમાં જુદાજુદા ચોપડા રાખી જુદીજુદી રસીદ આપી મોટા ગોરખધંધા ચાલતા હોવાની વાતો ભારે ચર્ચાસ્પદ બની છે.