અમદાવાદ શહેરમાં મણિનગર સ્થિત વેદાંત સ્કૂલમાં સત્ય ડે ની ટીમે સ્ટિંગ ઓપરેશન હાથ ધરી રશીદ વગર ગેરકાયદેસર રીતે 40,000 હજારનું ડોનેશન ઉઘરાવવામાં આવી રહ્યુ હોવાની ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવતા ભારે સનસનાટી મચી ગઇ છે અને જવાબદારો દોડતા થઈ ગયા છે, સ્કૂલના ટ્રસ્ટી ધારિણી શુક્લા અને અનિલ શુકલા ભૂગર્ભ માં ઉતરી ગયા હતા તેવે સમયે આસ્કૂલમાં માત્ર ગેરકાયદે ડોનેશન જ નહીં પણ વેદાંત સ્કૂલ સિવાય પણ ધારિણી શુક્લા અને અનિલ શુકલા ની કોલેજ ડી.એ. ડિપ્લોમા અને એન્જીનયરિંગ કોલેજ માં પણ અનેક કૌભાંડો ચાલી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
ડી.એ.ડિપ્લોમા કોલેજ માં એક વર્ષ અગાઉ શિષ્ય વૃત્તિ નું કૌભાંડ ની વાતોની ચર્ચાએ પણજોર પકડ્યું હતું અને ત્યારે પણ જ્યોતિ શુકલા અને અનિલ શુકલા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
વેદાંત સ્કૂલના ધારિણી શુકલા અને અનિલ શુકલા નો પડદા પાછળનો કલાકાર તેમનો પુત્ર મલ્હાર શુકલા હોવાની વાત પણ ભારે ચર્ચાનો વિષય બની છે.
કહેવાય છે કે અત્યાર સુધી ઉઘરાવેલું કાળું નાણું ધારિણી શુકલા,અનિલ શુકલા અને મલ્હાર શુકલા દ્વારા ક્યાં ઇન્વેસ્ટ કરવામાં આવ્યું ? તે વાત હવે તપાસનો વિષય બની છે.
મલ્હાર શુકલા દર બે મહિને કે ત્રણ મહિને શા માટે અમેરિકા ની વિઝીટ લે છે ? શું કાળું નાણું વિદેશમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે ? ઉપરાંત કહેવાય છે કે કેલિફોર્નિયામાં એક હોટલમાં રોકાણ થયાની વાતો પણ ચર્ચાનું કેન્દ્ર બની છે જો તેવું થયું હોય તોઆ નાણાં હવાલાથી ગયા કે કઈ રીતે રોકાણ કરવામાં આવ્યા તે વાત પણ તપાસનો વિષય છે.
આવા અનેક સવાલોના ઘેરામાં આવેલ વેદાંતસ્કૂલ ડોનેશન પ્રકરણ નો રેલો ક્યાં પહોંચે છે તેતો સમયજ કહેશે.
વાત એ પણ ચર્ચામાં ચાલી રહી છે કે ધારિણી શુકલા ભાજપમાં ઘરોબો ધરાવે છે અને અનિલ શુકલા કોંગ્રેસમાં ઘરોબો ધરાવે છે તથા તેમના પુત્રને શિક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારી સાથે ઘરોબો હોવાના લીધે જ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે.