અમદાવાદ મનપા ના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ તા.31 મી જાન્યુઆરી 2022 ના રોજ નિવૃત થવા જઈ રહયા છે ત્યારે તેઓ ને એક વર્ષ માટે ફરી ચીફ ઓફીસર તરીકે કોન્ટ્રાક્ટ થી રોકવા સ્ટેન્ડિંગ કમિટી માં દરખાસ્ત મંજુર કરાતા હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
ચીરીપાલ ગ્રુપની નંદીમ એક્સઝ્યુમ કંપનીમાં વારંવાર આગ લાગવી કે બોઇલર ફાટવા ની ઘટના ને લઈ અનેક વાર વિવાદમાં આવેલા ફાયર અધિકારી રાજેશ ભટ્ટ ને એક્સટેનશન આપવા ની વાત ને લઈ આ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ છે અને રાજેશ ભટ્ટ સિવાય બીજા કોઈ અધિકારી છે જ નહીં તે મુદ્દે ગણગણાટ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ મનપા ની સ્ટે.કમિટીની મીટીંગના તાકીદના કામની નોંધમાં નિવૃત થઈ રહેલા ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ ને ચાલુ રાખવાનો મુદ્દો ગાજયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઈમેજન્સી સર્વિસિસ ખાતામાં ચીફ ફાયર ઓફિસર
તરીકે ફરજ બજાવતા એમ.એફ.દસ્તૂર વય મર્યાદાને લીધે તા.31-1-2021ના રોજ નિવૃત થઈ ગયા બાદ તેમની ખાલી પડેલ જગ્યાનો વધારાનો અત્યારસુધી ચાર્જ સંભાળતા તથા ફાયર ખાતામાં સાતમાં પગાર પંચ મુજબ લેવલ ૧૧ પેમેટ્રીક્સ
રૂા.67700/208700 ની ગ્રેડમાં એડીશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજેશ જે ભટ્ટ
વયમર્યાદાને કારણે તા.31-1-2022 ના ઓફિસ અવર્સ બાદ નિવૃત થનાર છે ત્યારે રાજ્ય સરકારની મંજુરીની અપેક્ષાએ તેમને છેલ્લા મળતાં પગારમાંથી પેન્શનની રકમ બાદ કરતાં જે રકમ થાય તે ૨કમથી (Pay-pension)
તા.1-2-2022 થી એક વર્ષ માટે અથવા ચીફ ઓફિસર (ફાયર)ની જગ્યા ઉપર રેગ્યુલર નિમણૂંક થાય તે બે માંથી જે પ્રથમ બને ત્યાં સુધી ઈન્ચાર્જ ચીફ ઓફિસર ફાયર તરીકે કોન્ટ્રાક્ટથી રોકવાની મ્યુ.કોર્પો.ની મંજુરીની અપેક્ષાએ મંજુરી
આપવા બાબત નું કામની નોંધ પડતા આ મુદ્દો અમદાવાદ કોર્પોરેશન માં ચર્ચા નો વિષય બન્યો છે.
5
/ 100
SEO સ્કોર