સરખેજ પોલીસની રહેમરાહે ચાલતા દેશીદારૂના અડ્ડાથી જનતા ત્રાહિમામ ! હવે તો અમદાવાદમાં પીવાના પાણીમાં પણ આવવા લાગ્યો દેશી દારૂનો સ્વાદ ! જાણો અમદાવાદના ક્યાં વિસ્તારમાં થયું આવું !
અમદાવાદ શહેરમાં એકતરફ પાણીજન્ય રોગોના કેસો સતત વધી રહ્યાં છે. ડ્રેનેજલાઇનના કારણે પીવાનું પાણી ગંદું આવે છે. પરંતુ અમદાવાદ શહેરમાં દારૂના ભેળસેળવાળું પાણી મળતું થયું છે. શહેરના સરખેજ ગામમાં દારૂવાળું મિક્સ પાણી આવતું હોવાની ફરિયાદ મળી છે.
400 ઘરોમાં દૂષિત પાણી જતું હોવાની ફરિયાદ
અમદાવાદના સરખેજ ગામમાં છેલ્લા એક મહિનાથી દારૂની વાસવાળું પાણી મળતું હોવાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. સરખેજના 4 વાસના 400 ઘરોમાં દારૂવાળું પાણી આવતી હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી છે.
દારૂની ભઠ્ઠીમાંથી નીકળતો પદાર્થ પાણીમાં ભેળવાય છે
અમદાવાદના સરખેજ ગામમાં દારૂની ભઠ્ઠીઓ હોવાના કારણે દૂષિત અને ભેળસેળવાળું પાણી આવતું હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી છે. ગામમાં દારૂની ભઠ્ઠીને કારણે સવારે પાણીમાં ભઠ્ઠીમાંથી નીકળતો નકામો પદાર્થ પાણીમાં ભેળવાય છે. જેના કારણે દારૂવાળું પાણી પીવા લોકો મજબૂર બને છે.