અમદાવાદ શહેર હવે દારૂ જુગારના અડ્ડાઓ ને લઈ ને બદનામ થતું જોવા મળી રહ્યું છે અને ઉપરી અધિકારીઓ આ બાબતે કેમ મૌન સેવી રહ્યા છે તે પણ એક પ્રશ્ન ઉદભવી રહ્યો છે.આજે વાત કરીએ તો અમદાવાદ ના સરખેજ વિસ્તારની કે જ્યાં લોકોને ઘરમાં પીવાના પાણી માં પણ દેશી દારૂનો સ્વાદ આવવા લાગ્યો હતો અને પછી ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલું દ્વારા તપાસ ના આદેશ આપવામાં આવ્યા હતા અને સરખેજ વિસ્તારમાં ઠેક ઠેકાણે નામની રેડ કરવામાં પણ આવી હતી.પરંતુ આજે હાલની પરિસ્થિતિ માં સરખેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવતા અહીંની વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી હતી અને ઠેકઠેકાણે દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલુ જોવા મળ્યા હતા.જેમાં સૌથી મોટો વર્લી મટકા નો ધંધો કરતો ઈરફાન નામનો શખ્સ સરખેજ વિસ્તારમાં બેફામ બન્યો હોય તેવું લાગી રહ્યું છે અને આજના દિવસે પણ આ જુગાર ચાલુ જ જોવા મળ્યો હતો.ત્યારબાદ સત્ય ડે ન્યૂઝ ની ટીમ સરખેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં મકરબા ગામ,મહમદપુરા ગામ,આંબલી,વન્ડર લેન્ડ પાસે,સરખેજ ગામ સહિત ના વિસ્તારોમાં ફરી હતી જ્યાં તમામ જગ્યાઓ ઉપર દેશી દારૂના અડ્ડાઓ બેફામ ચાલુ જ હતા જેથી આ બુટલેગરોને પોલીસ અધિકારીઓ નો કોઈજ પ્રકાર નો ડર ન હોય તેવું લાગી રહ્યું છે અને વધુમાં તો આમ તો કહેવામાં આવી રહ્યું છે કે ઝોન 7 ના ડીસીપી પ્રેમસુખ ડેલું સાહેબ ની કામગીરી જોવામાં આવે તો અનેક ગુનેગારો થરથર કંપે છે પરંતુ સરખેજ વિસ્તારની વાસ્તવિકતા કંઈક અલગ લાગી રહી છે કારણકે અહીંના બુટલેગરો ને સરખેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર પ્રફુલસિંહ ના આશીર્વાદ હોય તેવું લાગી રહ્યું છે કારણકે જો સ્થાનિક પોલીસ સ્ટેશનની રહેમ નજર ના હોય તો આ બુટલેગરો ની તાકાત નથી કે દારૂ જુગારના અડ્ડા ચલાવી શકે પરંતુ ગુલાબી નોટોના આશીર્વાદ ને લઈ સરખેજ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર ને ઉપરી અધિકારીઓ નો ડર ન હોય તેવું લાગી રહ્યું છે.
