અમદાવાદમાં રસ્તા પર જતી છોકરીઓની છેડતી હવે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. હવે અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે છેડતી કર્યા બાદ મારામારી પણ કરે છે. શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા તેના ઘર નજીકથી પસાર થઈ રહી ત્યારે ઘરની આસપાસ રહેતા કેટલાક છોકરાઓએ તેની છેડતી કરી મારઝુડ કરી હતી. એટલુ જ નહિં જો તું અમારા વિરુદ્ધમાં પોલીસ કેસ કરીશ તો તારા પર રેપ કરીશું. તેવી ધમકી પણ આપી હતી. જેથી ડરી ગયેલી સગીરા ઘરે જઇ ખૂબ જ રડી હતી. માતા પિતાને જાણ કરતા તેઓએ મહિલા હેલ્પલાઇન અભયમની મદદ માંગી હતી. અભયમની ટીમે સગીરા અને તેના માતા-પિતાને કાયદાકીય માહિતી આપી પોલીસ ફરિયાદ કરવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા હતા.
સગીરાના માતા-પિતા પણ મજુરી કામ કરીને ઘરે પરત ભર્યા ત્યારે સગીરાને રડતી જોઈને પુછપરછ કરી ત્યારે સગીરાએ તમામ બાબતની જાણ કરી હતી. જેથી અભયમની ટીમે સગીરા અને તેના માતા-પિતાને કાનૂની સમજ આપી હતી. બાદમાં સગીરા અને તેના માતા-પિતા આ છોકરાઓના વિરુદ્ધમાં ફરિયાદ કરવાનું કહેતા અભયમની ટીમે તેમને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા મોકલી આપ્યા હતા.