ગુજરાત હાઇકોર્ટે દેશની સૌપ્રથમ હાઈકોર્ટે છે કે પોતાની ન્યાયપદ્ધતિને વધુ પારદર્શક અને સરળ બનાવી રહી છે. ગુજરાત હાઈકોર્ટે સૌપ્રથમ તમામ કોર્ટ રૂમનું જીવત પ્રસારણ શરૂ કરીને એક આગવી પહેલ કરી હતી. જેમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે, આ પહેલથી લોકોમાં ન્યાયપાલિકા અંગેનો વિશ્વાસ વધશે. અને હાઇકોર્ટેમાં પારદર્શિતા જળવાઈ રહેશે. હાઇકોર્ટેમાં તમામ કોર્ટ રૂમનું જીવત પ્રસારણ યુટ્યુબ પર થઈ રહ્યું છે. ત્યારબાદ ચીક જસ્ટિસ વિક્રમનાથે હવે વ્યવસ્થા સરળ બનાવવા માટે E-સેવા શરૂ કરી છે. જેમાં તમામ પક્ષકરો, વકીલો અને પાર્ટી ઇન પર્સન એ ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવાના રહે છે તેઓને હાઇકોર્ટે આવવાની જરૂર રહેતી નથી. તેમને મુદત અને ઓર્ડરની કોપી તમામ વિગતો ઓનલાઈન હાઇકોર્ટેની વેબસાઇટ પર જ મળી રહે છે. આ પ્રકારની સેવા શરૂ કરનારી દેશની સૌપ્રથમ ગુજરાત હાઈકોર્ટે છે.
હવે જેલના કેદીઓ માટે ગુજરાત હાઈકોર્ટે વધુ એક પહેલ કરી અને નવી વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં એવી વ્યવસ્થા કરી છે કે, હવે કોઈ પણ કેદી જેલમાંથી જ પેરોલ, જામીન અને ફરલો માટેની અરજી કરી શકશે. તેના માટે તેને કોઈ બહાર ના વ્યક્તિની મદદની જરૂર રહેશે નહીં. આ માટે જેલના કાનૂની સહાયતા કેન્દ્રની મદદ લેવામાં આવશે. જેમાં તેઓ કેદીના પરિવારજનો નો મોબાઈલ નંબર કે ઇમેઇલ એડ્રેસ લઈને તમામ વિગતો મોકલવામાં આવશે. જ્યાં સુધી કેસ પતે નહીં ત્યાં સુધી કોમ્પ્યુટર આ કેસની તમામ વિગતો અપડેટ કરીને કેદીના પરિવારના સભ્યોને મોકલતું રહેશે. આ સેવા ચીફ જસ્ટિસ વિક્રમનાથના વરદ-હસ્તે સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે એડિશનલ જેલના ડિજી સુપ્રીડેન્ટ ડો. કે.એલ.એન.રાવની ઉપસ્થિતમાં શરૂ કરવામાં આવી હતી.