અમદાવાદના લાંભા વોર્ડના મહિલા કોર્પોરેટર અને હોસ્પિટલ કમિટીના ડેપ્યુટી ચેરમેન ડો.ચાંદની પટેલના પતિ તેજસ પટેલે આમ આમ આદમી પાર્ટીના વોર્ડ મહામંત્રી ઉમેશ પટેલને માર માર્યો હોવાની લેખિત ફરિયાદ નારોલ પોલીસ સ્ટેશનમાં કરી છે. તને બહુ ચરબી ચડી છે એમ કહી તેજસ પટેલે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. નારોલ પોલીસે આ મામલે લેખિતમાં ફરીયાદ લીધી છે.
અગાઉ પણ તેજસ પટેલ સાથે બોલાચાલીની ઘટના બની હતી
નારોલના શાહવાડી ગામમાં પટેલ વાસમાં રહેતા અને આમ આદમી પાર્ટીમાં લાંભા વોર્ડના મહામંત્રી ઉમેશ પટેલે જણાવ્યું હતું કે, હું મોડી રાતે ઘરે જતો હતો ત્યારે તેજસ પટેલે તને બહુ ચરબી ચડી ગઈ છે એમ કહી માર માર્યો હતો. અગાઉ પણ તેજસ પટેલ સાથે બોલાચાલીની ઘટના બની હતી. જેમાં આમ આદમી પાર્ટીનું કામ કરવા બાબતે બોલાચાલી થઈ હતી. શહેર પ્રમુખ સાથે રહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશું.
નારોલ પોલીસ સ્ટેશનમાં ઉમેશ પટેલે કરેલી લેખિત ફરિયાદ મુજબ તેઓ 27મી નવેમ્બરના રોજ રાતે 12.30 વાગ્યે ઘરે જતા હતા ત્યારે તેજસ પટેલે ફોન કરી બોલાવ્યો હતો. બાદમાં તને બહુ ચરબી ચડી છે. ઉમેશ પટેલે કહ્યું હતું કે, શેની અને હું શું કરવા તમને હેરાન કરું? ઝોલ દઈ મારામારી કરી હતી. ઉમેશે તું તારું કામ કર હું મારું કામ કરૂં. હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી છું હું મારું કામ કરૂં છું કહી મને કરવા દે કહ્યું હતું. તું મારી સાથે કેમ એવું કરે છે કહેતા માર મારતા પોલીસ બોલાવી હતી.