અમદાવાદના અમરાઈવાડી ભીલવાડા શ્રીનાથનગર ગેટ 1 માં રહેતા પાલ જયવીરના ઘરેમાં ગેસ નો બાટલો રાત ભર લિંક થયો હતો જે બાદ સવારે પરિવારે લાઈટ ચાલુ કરતાની સાથે આગ લાગી હતી.3 લોકો ઘાયલ થવાની ઘટના સામે આવી છે.ત્રીજા માળે આવેલ રૂમને આગ અને ધડાકા સાથે ભારે નુકશાન થયું હતું. બે યુવકો સાથે ઘરમાં એક કિશોર ગંભીર રીતે દાઝી ગયો હોવાની માહિતી મળી આવી છે.સમયસર ૧૦૮ની બે ગાડીઓમા ત્રણેયને એલ જી ના બર્ન્સ વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ફાયરબિગેડ તેમજ Amcતંત્રને સ્થાનિક કોરપોરેટર જગદીશ રાઠોડએ આ ઘટનાની જાણ કરી હતી. Amc ના એસ્ટેટ વિભાગને જાણ કરાતા તંત્રએ નુકશાન પામેલ જોખમી રૂમને ઉતારી લેવા ટીમને કામે લગાવવામાં આવી. આજ મકાનની નીચે લગ્ન ની તૈયારી કરતા પરિવારોનો બચાવ કરવામાં આવ્યો.આ રૂમની દિવાલો નીચે પડી ત્યારે તેઓ સફાળા જાગ્યા અને સલામત સ્થળે તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા.