અમદાવાદ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી કોવિડ ડેડીકેટેડ 1200 બેડની હોસ્પિટલ તેમજ 500 બેડની ક્ષમતાવાળી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સંચાલિત કેન્સર હોસ્પિટલમાંથી ત્રણ દિવસમાં 465 દર્દીઓને અન્યત્ર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કોવિડ-19 વાયરસની મહામારીએ આખા વિશ્વને ભરડામાં લીધુ છે અને આ રોગને નાથવા રાજ્ય પ્રશાસન સતત કાર્યરત છે.
આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે. સાથે-સાથે 1 લી મે’ના દિવસથી કેન્સર હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. તેમાં પણ 500 બેડની ક્ષમતા છે. આ દર્દીઓની સેવામાં ત્રણ પાળીમાં અંદાજે 1125 યોધ્ધાઓ 24X7 ખડેપગે અને અવિરત સેવા બજાવે છે.
આ હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર બાદ સુધારો જણાતાં તેમજ અન્ય ક્રિટિકલ દર્દીઓનો ચેપ આવા દર્દીઓને ન લાગે તે માટે સાવચેતીના ભાગરૂપે જરૂરિયાતને અનુરૂપ અન્યત્ર હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એ વિગતે જોઈએ તો છેલ્લા ત્રણ દિવસમાં સમરસ હોસ્ટેલ હોસ્ટેલમાં 127 દર્દીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.