આજે દિવસ દરમિયાન શહેરમાં નોંધાયેલા કેસમાં નરોડા વિજય મીલ પાસે અંબાપુરાની ચાલીમાં રહેતી 4 મહિનાની બાળકીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કર્મીઓ સહિત ચાર પોલીસ કર્મીઓનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માણેકચોકની નાગજી બુધાની પોળમાં 10 લોકોને પણ કોરોના થયો છે. એસજી હાઈવે પર ઇસ્કોન મોલમાં પરપ્રાંતિય મજૂરોને રાખવામાં આવ્યા છે. તેમના ટેસ્ટ કરવામાં આવતા ચાર લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. છેલ્લા 10 દિવસથી 100થી વધુ લોકો તેમના સંપર્કમાં આવેલા છે.