અમદાવાદમાં મોડી રાત્રે આંબાવાડીના ભુદરપુરા ખાતે આવેલી નૈનાબા જાડેજા હોસ્ટેલ પર 500થી વધુના ટોળાએ હુમલો કરતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાવા પામ્યો હતો. લગભગ 10.30 વાગે શરૂ થયેલી આ ધમાલ રાત્રે 1.00 વાગ્યા સુધી ચાલુ હતી.
દારૂ પીધેલી વ્યક્તિએ કરેલી બબાલ બાદ મામલો બિચક્યો હતો. પોલીસને જાણ કરી હોવા છતાં અડધો કલાક સુધી પોલીસ પહોંચી નહોતી. એટલું જ નહીં ફાયરબ્રિગેડનાં વાહનોને પણ અટકાવાયાં હતા. લગભગ 1 કલાક બાદ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ હોસ્ટેલ પર પહોંચી શકી હતી.
આ ધમાલમાં 3 યુવાનો અને ફાયરબ્રિગેડના 1 કર્મચારીને ઇજા પહોંચી છે. તેમને વીએસમાં સારવાર આપી રજા અપાઈ હતી. અત્યાર સુધીમાં 15થી વધુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.સ્થાનીકોએ અેલિસબ્રિજ પોલીસ સ્ટેશનનો ધેરાવો કર્યો હતો. સ્થાનીકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.