[slideshow_deploy id=’27564′]પદ્માવત ફિલ્મના વિરોધમાં અમદાવાદમાં મોડી સાંજે 30 વાહનોમાં તોડફોડ 15ને આગ ચાંપી પથ્થરમારો, હળવો લાઠીચાર્જ જેવી ઘટનાઓ બની હતી. અલગ અલગ સ્થળો પર તોડફોડ થતા મામલો બીચક્યો હતો. જો કે વસ્ત્રાપુર પોલીસે 18 લોકોની અટકાયત કરી હતી.સેટેલાઈટ પોલીસે 20થી 25 લોકોની અટકાયત કરી હતી.
પદ્માવત ફિલ્મના વિરોધમાં અમદાવાદમાં મોડી સાંજે કરણી સેના દ્વારા કેન્ડલ માર્ચ પછી બેકાબુ બનેલ બાઇકસવાર ટોળાએ 4 મોલને નિશાન બનાવ્યા, 30 વાહનોમાં તોડફોડ, 15ને આગ ચાંપી, પથ્થરમારો હળવો લાઠીચાર્જ જેવી ઘટનાઓ બની હતી.
પીવીઆર સિનેમા ઉપરના માળે હોય એક્રોપોલીસ મોલ પાસે ટોળાએ શોરૂમના કાચના ભુક્કા બોલાવ્યા હતા,વાઈડ એંગલ ,પીવીઆર ,હિમાલયા,વસ્ત્રાપુર,અને એમ 4 થિયેટર બહાર ટોળાએ ધમાલ મચાવેલ.
જોકે ત્યારબાદ કોઈ અઘટીત ઘટના બની નથી હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે. શાંતીનુ વાતાવરણ છે.