કેન્સરનુ ઓપરેશન નહીં કરાય તો દર્દીને બચાવવો મુશ્કેલ હોવાથી યુવકે માનવતા બતાવી: એક તરફ માનવતાની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા ત્રીજા સ્ટેજના કેન્સરના દર્દી સાથે બાયબાય ચાઇની થતી હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. આ દર્દી અમદાવાદથી 423 કિલો મીટર દુરથી સારવાર માટે તડપી રહ્યો છે. સરકારના હેલ્પલાઇન નંબરો પણ તેના માટે હેલ્પલેસ સાબીત થયા છે. લોક ડાઉન વચ્ચે એક વ્યકિતએ માનવતાની ધોરણે 104, 108, કલેકટર કચેરી અને પોલીસની મદદ લઇને દર્દીને બચાવવા માટે અનેક પ્રયત્નો કર્યા છતાં નિષ્ફળતા મળી હોવાનો તંત્ર ઉપર આક્ષેપ કર્યો છે.
જો કે આખરે દર્દી જયાં રહે છે, ત્યાં પોતાની ખાનગી કાર લઇને વલસાડ નજીકના ભીલાડ પાસેના નગવાસ ગામમાં જવા માટે નીકળી ગયો છે. કોરોનાને કારણે લોકોને બચાવવા માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. તો બીજી તરફ કેન્સર જેવા ભયાનક રોગની સારવાર લેવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં આવેલી ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટમાં વલસાડ પાસેના ભીલાડ નજીકના નગવાસ ગામમાં 17 ફેબ્રુઆરીએ સારવાર માટે દાખલ થયા હતા. તેમણે ત્રીજા સ્ટેજનુ મોંના ભાગે કેન્સર છે. છુટક મજુરી કરી તેઓ પોતાનુ ગુજરાન ચલાવે છે. જેના કારણે તેમણી આર્થિક પરિસ્થિતી પણ સારી નથી. તેમણે 19મી માર્ચે હોસ્પિટલમાંથી રજા આપી દેવામા આવી હતી. WWW.DIGITALGUJARAT.GOV.IN પર છેલ્લા 2 દિવસથી 52 વાર પ્રયત્ન કર્યા પરંતુ સર્વર બંધ હોવાથી તેમાં મને નિષ્ફળતા મળી હતી. કલેકટર કચેરી, પોલીસ ,કોર્પોરેશન તેમજ સરકારની હેલ્પલાઇનો કોઇ કામમાંના આવતાં આખરે હુ પોતે જ મારી કારમાં તેમને લેવા માટે જઇ રહ્યો છુ.