અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 2019-20 માટે ₹ 8051કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં ખાસ કરીને વિકાસ કાર્ય પર ભાર મૂકવામાં આવ્યો છે, અને તેના માટે 220 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે આ સાથે સ્ટેન્ડિંગ કમિટીએ અને 542 કરોડના પણ નવા સુધારા સૂચવ્યા છે.
કોર્પોરેશનના મેયર બીજલ પટેલ , ડે. મેયર દિનેશ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ અને ભાજપના નેતા અમિત શાહ ભાજપના દંડક રાજુ ઠાકોરે સ્ટેન્ડિંગ કમિટીએ તૈયાર કરેલું આ બજેટ રજૂ કરતાં તેમણે માહિતી આપી હતી.
ચાલુ વર્ષે રેવન્યુ ની આવકમાં થયેલા વધારા અંગે તેમણે ઉમેર્યું હતું કે સામાન્ય વેરાની આવક સો કરોડની કોમર્શિયલ ડેવલપમેન્ટની આવક 190 કરોડની પ્રીમિયમની આવકનો વધારો 100 કરોડ એફ એસ આઈ વધારવાની ફી 100 કરોડની આવક , રાજ્ય સરકારની ગ્રાન્ટ માં વધારો 44.26 કરોડ અને વ્યવસાય વેરો 8.7 કરોડ એમની આવક મા કુલ 542 કરોડનો વધારો દર્શાવ્યો છે.
અમદાવાદ ને મળેલા દેશમાં સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી દરજ્જા ને ધ્યાનમાં રાખીને હેરિટેજ અને તેના વિકાસ અને તેના રાખવા માટે યોગ્ય બજેટની ફાળવણી કરી અને શહેરની ભવ્યતામાં વધારો થાય તે માટે લાલ દરવાજા ખાતે આવેલા એએમટીએસ બસ ટર્મિનસને હેરિટેજની થીમ સાથે ડેવલપ કરવામાં આવશે અને તેના માટે રૂપિયા પાંચ કરોડ આવ્યા છે. શહેરનો સૌથી જૂના ખાણીપીણી માર્કેટ માણેકચોકને એક આગવી ઓળખ અપાવવા માટે ક્લીન હેરિટેજ સ્ટ્રીટ ફૂડ હબનું આયોજન કરવામાં આવશે અને જે માટે પણ રૂપિયા પાંચ કરોડની ફાળવણી કરી છે.
અલબત્ત ઘણા બધા મુદ્દા અગાઉના બજેટમાં પણ સમાવવામાં આવ્યા હતા પરંતુ જો કે હજુ સુધી કોઈ ચોક્કસ અમલીકરણ થયું હોવાની પત્રકાર પરિષદમાં ચર્ચા થઈ હતી.
ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અને ઓડાની વસાહતોમાં ડ્રેનેજ પાણી લાઇટ અને કામકાજ માટે રૂપિયા 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સ્કુલોમાં પ્રાથમિક સુવિધાઓ વધારવા અને ભણતરનું સ્તર સુધારવા માટે 193 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે ત્રણ નવા ફલાયઓવર માટે 30 કરોડની ફાળવણી કરી છે.