અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મંગળવારે સાંજે ટ્યુશન પરથી પરત ફરી રહેલી એક કિશોરીનું કેટલાક યુવકોએ કારમાં અપહરણ કરી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. અલબત્ત કિશોરીએ હિંમત કરી ચાલુ કારે બહાર કુદી પડતાં અપહરણકર્તા ભાગી ગયા હતા. વેજલપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રોની માહિતી મુજબ જુહાપુરા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની કિશોરી મંગળવારે સાંજે ટ્યુશન ક્લાસ પરથી પોતાના ઘેર પરત ફરી રહી હતી. અંદાજે પોણા આઠના સુમારે જ્યારે તે જુહાપુરા વિસ્તારમાં કૌશર સોસાયટી આગળથી પસાર થતી હતી ત્યારે અચાનક એક તેની પાસે આવીને ઉભી રહી હતી.
કારનો દરવાજો ખોલી અને કેટલાક લોકો તેને કારની અંદર ખેંચી લીધી હતી અને ત્યારબાદ કાર ભગાવી મુકવાની કોશિશ કરી હતી. અપહરણકારો તેની સાથે બળાત્કાર નો પ્રયત્ન કર્યો હતો જોકે કિશોરી તેમને વશ ન થતાં, તે લોકો કિશોરીને માર પણ માર્યો હતો. પરંતુ આ દરમિયાન કિશોરીએ દેખાડીને ચાલુ કારે બહાર કૂદી પડતા આસપાસની સોસાયટીના રહીશો ભેગા થઇ ગયા હતા. લોકોનું ટોળુ એકત્ર થયેલું જોઈ અપહરણ કરતાં ત્યાંથી કાર લઈને ભાગી છૂટયા હતા.
ક ચાલુ કારે બહાર કૂદી પડતા કિશોરીના હાથે પગે નાની-મોટી ઇજાઓ થઇ હતી જેથી તેને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. કિશોરીની પૂછપરછ કરી હતી કે, જેમાં જાણવા મળ્યું કે કારની અંદર ત્રણ યુવાનો સવાર હતા પોલીસે આ કેસ અપહરણ, મારામારી અને પોકસોના ગુના નોંધ્યા છે. અજાણ્યા કારચાલકોની કાર અને તેની ડિટેઇલ્સ ચકાસવા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.