આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2019 અનુસંધાને અમદાવાદ જિલ્લા કલેકલટર ડો વિક્રાંત પાંડેએ મંગળવારે સાંજે જિલ્લામાં 88 નાયબ મામલતદારોની બદલીના આદેશ આપ્યા છે.
કલેકલટરે મંગળવારે સાંજે આપેલા આદેશ અનુસાર નાયબ મામલતદાર કેતકી પરીખ, એચ આર મિત્રા, ભારતી બેન પુરાણી, બી પી ચાવડા, ટી ડી શાહ અને વી બી પારેખ એ ખર્ચ નિયંત્રણ સેલ ઉપરાંત કલેકટરની સીધી સૂચના મુજબ ની કાર્યવાહી કરવાની રહેશે. તદુપરાંત નાયબ મામલતદાર બી વી ચાવડા, ટી ડી શાહ અને વી બી પારેખએ ખર્ચ નિયંત્રણ સેલ ઉપરાંત હાલની કામગીરી પણ કરવાની રહેશે.