અમદાવાદ વર્ષ ૨૦૦૮ ના અમદાવાદના સીરિયલ બ્લાસ્ટના મુખ્ય આરોપી તૌકીરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દિલ્હીથી ધરપકડ કરીને લઈ આવી છે.આરોપીને ખાસ પ્લેન મારફતે દિલ્હીથી ટ્રાન્સફર વોરન્ટને આધારે અમદાવાદ લવાયો.
અમદાવાદમાં વર્ષ ૨૦૦૮મા સીરિયલ બ્લાસ્ટ થયા હતા જેમાં સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા હતાં.સિરિયલ બ્લાસ્ટના મુખ્ય આરોપી અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીરને આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દિલ્હીથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને લાવી છે.તૌકીર ઇન્ડિયન મુજાહિદ્દીનનો ફાઉન્ડર મેમ્બર છે.અગાઉ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે તૌકીર ને નેપાળ બોર્ડર પરથી પકડી પાડ્યો હતો.