ગટરકામ દરમિયાન અપમૃત્યુ થયુ હોય તેવા કામદારોના પરિવારને વળતર ચુકવણી બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે અાપ્યુ અાવેદન. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચવતી રજૂઅાત કરવામાં અાવી. ગુજરાત અને સમગ્ર ભારતમાં માથે મેલુ ઉપાડવા પર પ્રતિબંધ મુકતો કાયદો બનાવવામા અાવ્યો છે. અા કાયદો બન્યા પછી અને સુપ્રીમકોર્ટના અાદેશ બાદ પણ કાયદાને ઘોળીને પી જનારા માનવ ગરિમાને લજાવે તેવી ઘટના માણસોને ગટરમાં ઉતરવાની ફરજ પાડવામાં અાવે છે.
ગટરમાં કામ કરતા કામદારોના અપમૃત્યુના કિસ્સાઓ સામે અાવે છે ત્યારે તેવા કામદારોના પરિવારને વળતર ચુકવણી કરવામાં અાવે તેવી ઉગ્ર માગ સાથે અાવેદન અાપવામાં અાવ્યુ છે.