છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ ખાતું એટલે પૈસા ઉઘરાવવાનું ખાતું એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કારણકે અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ગેરકાયદેઆર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે.
અમદાવાદના મધ્યઝોન વિસ્તારમાં આવેલ જમાલપુર પગથિયાં પાસે સલીમ મેમણ નામની વ્યક્તિ દ્વારા કોર્પોરેશન ના એસ્ટેટ ખાતાની પરવા કર્યા વગર જ ગેરકાયદેસર બાંધકામ બાંધવામાં આવી રહ્યું છે તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું એસ્ટેટ ખાતું મૂક પ્રેક્ષક બની ને બંધાઈ રહેલ ગેરકાયદેસર બાંધકામ બાબતે આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
એકતરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર ઉભા રહેતા અને રોજે રોજ નું કમાઈ ને ગુજરાન ચલાવતા ચા ની લારીઓ કે પાન ના ગલ્લા ને ઉઠાવી ને મોટો દંડ પડાવી રહી છે અને બીજી તરફ આવી રીતે બંધાઈ રહેલ ગેરકાયદેસર બાંધકામ બાબતે મધ્ય ઝોન ના એસ્ટેટ ના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. એકતરફ લોક મુખે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એસ્ટેટ ખાતાના અધિકારીઓ સાથે ઘરોબો સબંધ ધરાવી રહ્યા હોવાથી તેના ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું એસ્ટેટ ખાતું કોઈપણ કાર્યવાહી કરતું ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્થાનિક આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ નું કહેવું છે કે અમારા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં વારંવાર અરજીઓ અને ફરિયાદ કરવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એસ્ટેટ અધિકારીઓનું પેટ નું પાણી હલતું નથી અને ઉપરથી ગેરકાયદેસર બાંધકામ કરનાર સલીમ મેમણ ને અધિકારીઓ દ્વારા જણાવી દેવામાં આવે છે કે આવા કોઈ નામની અરજી આવી છે તારા વિરુદ્ધમાં એટલે સલીમ મેમણ ના માણસો દ્વારા તરત જ અરજી કરનાર કોણ છે તેની તપાસ કરી ને અરજી કરનાર વ્યક્તિઓ ને ફોન કરી ને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે કે અરજીઓ કરવાનું બંધ કરી દેજે નહીં તો મજા નહીં આવે. આ વાત ઉપર થી એટલું તો સાબિત થઈ જ રહ્યું છે કે ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એસ્ટેટ ખાતા ના ભ્રષ્ટ અધિકારીઓને પોતાના ખિસ્સા માં લઈ ને ફરી રહ્યા છે.