ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું મોટું કૌભાંડ, આરોપી શહેઝાદ વર્ષ 2019માં પણ ઝડપાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે મોટું નેટવર્ક ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદના સીટીએમ પાસેથી ચાર આરોપીની કરી અટકાયત. ડ્રગ્સની કિંમત આશરે એક કરોડ રૂપિયા છે. ફિરોઝ નામના પોલીસકર્મીને સાથે રાખી ડિલિવરી કરતા પોલીસકર્મીની પણ કરાઈ ધરપકડ. ફિરોઝ અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને એએસઆઈ છે.આરોપીઓ મુંબઇથી ડ્રગ્સ લાવતા હતા. ઝડપાયેલા પૈકનો મુખ્ય બદમાશ વર્ષ 2019માં શહેઝાદ છે. આ શખ્સની ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સ સાથે વર્ષ 2019માં ધરપકડ કરી હતી. શહેઝાદ પેરોલ જમ્પ કરી ફરી ડ્રગ્સનો વ્યવસાય કરતો હતો.
આરોપીઓ પૈકી એક આરોપી શહેઝાદે વર્ષ 2017માં ધારાસભ્યની બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. શહેઝાદે જમાલપુર ખાડિયા બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં શહેઝાદની હાર થઈ હતી.બાદમાં 2019માં ડ્રગ્સનો કેસ થયો હતો. ડ્રગ્સની હેરાફેરી માટે દાણીલીમડા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ ફિરોઝ નો ઉપયોગ કર્યો હતો.
અમદાવાદમાં શાહપુર દાણીલીમડા કારંજ શહેર કોટડા જુહાપુરા નો કેટલોક વિસ્તાર વટવા સહિતના વિસ્તારોમાં છૂટક ડ્રગ્સ મળે છે. જ્યારે મોટું કંસાઈનમેન્ટ આવે ત્યારબાદ તેનું ખેપિયાઓને છૂટક વેચાણ કરવામાં આવે અને બાદમાં તેની પડીકીઓ બનાવી વેચવામાં આવે છે. યુવાધન સૌથી વધુ રવાડે MD ડ્રગ્સના રવાડે ચઢ્યું છે.