હાલ કોરોના વાયરસ ની હાડમારી વચ્ચે જનતા ને કહેવાતા ડોક્ટરો ના થઇ રહેલા ખરાબ અનુભવો અને ડોક્ટરો દ્વારા કરવામાં આવતી રૂપિયા ની ઉઘાડી લૂંટ અંગેની સત્યતા તપાસવા જઈએ તો મોટા પ્રમાણ માં બેદરકારી જોવા મળી રહી હોવાની વાત વચ્ચે એક જાગૃત નાગરિકે ડમી ડોકટર ના કરેલા ભાંડાફોડ બાદ આ ગંભીર મેટર બહાર આવ્યા બાદ સંબંધિત તંત્ર વાહકો એ આ હોસ્પિટલ સામે કોઈ કાર્યવાહી નહિ કરતા સવાલો ઉઠવા પામ્યા છે.
અમદાવાદ ના શાહીબાગ વિસ્તારમાં આવેલ હેતસ્વી હોસ્પિટલમાં ડમી પેશન્ટ બની ને ગયેલ વ્યક્તિ દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરી ને વિડીયો બનાવ્યો હતો જે વિડીયો તે વ્યક્તિ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ નું ભ્રષ્ટ હેલ્થ ખાતા દ્વારા આજદિન સુધી આ હોસ્પિટલ માં જઈ ને તપાસ કરવામાં આવી નથી.લાલચંદ રાઠોડ નામનો વ્યક્તિ હોસ્પિટલ ના મુખ્ય ડોક્ટર ની કેબીન માં જઈ ને મુખ્ય ડોક્ટર ની ખુરશી ઉપર બેસી હોસ્પિટલ ના લેટરપેડ નો ઉપયોગ કરી લખાણ લખી આપે છે તેમ છતાં આ હોસ્પિટલના માલિક ગૌરાંગ વાઘેલા દ્વારા એવું જણાવવા માં આવ્યું કે મારી હોસ્પિટલ માં મારી ખુરશી ઉપર કોઈપણ વ્યક્તિ બેસી ને લેટર હેડ નો ઉપયોગ કરી હોસ્પિટલ નો કોઈપણ સ્ટાફ બેસે તેની જવાબદારી મારી નહીં હોવાનું જણાવી રહેલ ડોક્ટર પોતાની છટકબારી શોધી રહ્યો હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.
હેતસ્વી હોસ્પિટલ ના મુખ્ય ડોક્ટર અને માલીક ગૌરાંગ વાઘેલા પોતાના સ્ટાફની આવી હરકત થી પોતે અજાણ હોય તેવું વલણ દાખવી રહ્યા હોય તેવું બતાવી રહ્યા છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના હેલ્થ ખાતા દ્વારા આ બાબતે યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો આ હેતસ્વી હોસ્પિટલ નું દૂધ નું દૂધ અને પાણી નું પાણી થાય તેવું લાગી રહ્યું છે.
સ્થાનિક લોકો પાસેથી મળેલ માહિતી મુજબ આ હોસ્પિટલ ના મુખ્ય માલિક અને ડોક્ટર ગૌરાંગ વાઘેલા ભાજપ અને કોંગ્રેસ બને પક્ષો સાથે ઘરોબો ધરાવે છે જેથી કરી ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ બાબતે ભીનું સંકેલી લે તેવા પ્રશ્નો પણ ઉભા થવા પામ્યા છે.