વરસાદના કારણે અનેક શહેરોની માફક અમદાવાદમાં પણ ઠેરઠેર ભુવા અને ખાડા પડ્યા છે. ત્યારે કોર્પોરેશનની કામગિરી પર સોશિયલ મીડિયામાં માછલાં ધોવાઈ રહ્યા છે ત્યારે ભાજપનો ગઢ ગણાતું ભગવાન જગન્નાથનું મોસાળ સરસપુરમાં મ્યુનિસિપલ ગુજરાતી શાળાની બહાર ખાડો પડતા સરસપુરના નાગરિકોમાં રોષની લાગણી પ્રસ્તુત કરતા ભાજપનો જંડો ખાડા ઉપર લગાવ્યો, જે પ્રકારે નેતાઓ બેસવાના બાંકડા ઉપર પોતાનું નામ લખે છે તે જ રીતે ભાજપનો જંડો ખાડામાં હોવા નું જાણે પ્રતીકાત્મક હોય કે મતદારોમાં પણ ખાડો પડ્યો હોય. હવે દેખવું તે રહ્યું કે કોર્પોરેશન દ્વારા આવા ખાડાઓનું સમારકામ ક્યારે કરવામાં આવે છે.
