અમદાવાદ શહેરમાં કોરોના મહામારી દિવસે ને દિવસે વાવાઝોડાની જેમ ઝડપી બની છે અને કેસો માં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે અંદાવડ શહેરના અનેક સરકારી કર્મચારીઓ અને ડોક્ટરો પણ કોરોના સંક્રમિત થયા છે.
અમદાવાદ શહેરમાં આગ લાગવાના બનાવ બને ત્યારે સૌથી વધુ ભાગ ભજવવામાં ફાયર વિભાગના માથે હોય છે ત્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 6 માસ માં આગના મોટા કેસ બન્યા જેવાકે શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ હોય કે પછી નારોલ ફેક્ટરી અગ્નિ કાંડ હોય જેમાં સૌથી વધુ વિવાદ માં રહ્યા હોય તેવા ચીફ ફાયર અધિકારી એમ.એફ.દસ્તુર આજે કોરોના સંક્રમિત થયા છે.જેઓ હાલ સારવાર હેઠળ છે અને ડેપ્યુટી ફાયર ચીફ અધિકારી તથા તેમના પત્ની અને પુત્રી પણ કોરોના ની ઝપટમાં આવ્યા છે.