અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના દર્દીઓ એકદમ વધી રહ્યાં છે. જેને ધ્યાનમાં લઇને આવતીકાલથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ક્સ જાહેર કરવામાં આવ્યું હોવાનું ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું છે. લોકડાઉન સમયે જ્યારે કોરોના ગુજરાતમાં ટોપ પર હતો, ત્યારે અમદાવાદ સિવિલમાં આ પ્રકારની સ્થિતિ હતી. જે ફરીથી નિર્માણ થઇ છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 723 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. તેની સામે 384 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે, તેનાથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે 179 વેન્ટિલેટર બેડ કોરોનાના દર્દીઓને ફાળવવામાં આવ્યા છે. જેમની સ્થિતિ ગંભીર થાય તો તેમને વેન્ટિલેટર પર લેવામાં આવે તેવી સ્થિતિ પણ નિર્માણ થઇ શકે છે. આવી સ્થિતિ અન્ય હોસ્પિટલમાં પણ થઇ રહી છે. ત્યારે આવનારા સમયમાં કોરોનાના દર્દીઓ રેકોર્ડ બ્રેક કરે તેવું પણ બની શકે છે.
