અમદાવાદ શહેરમાં ફરી એક હોસ્પિટલમાં લાગી આગ, શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ લિટલ ફ્લાવર કોવિડ હોસ્પિટલમાં લાગી છે આગ .જો કે રાહતની વાત એ છે કે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે.ફાયર વિભાગની એક ગાડી દ્વારા આગ પર કાબુ મેળવામાં આવ્યો છે . મળતી માહીતી પ્રમાણે હોસ્પિટલના ઓકસિજન મીટરમાં લાગી હતી આગ . આ પહેલા અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગી હતી આગ ત્યારે આજે મણીનગરમાં આવેલ હોસ્પિટલમાં આગ લાગી છે . ઓકસિજન મિટરમાં સ્પાર્ક થતા સામાન્ય આગ લાગી હતી . આગની ઘટનામાં કોઇ મોટી જાન હાની થઇ નથી .
થોડા દિવસ અગાઉ જ સત્ય ડે ન્યૂઝ દ્વારા એક સમાચાર છાપવામાં આવ્યા હતા જેમાં જણાવેલ કે આ લિટલ ફ્લાવર હોસ્પિટલ તદ્દન ગેરકાયદેસર છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એસ્ટેટ અધિકારી મનીષ માસ્તર દ્વારા પણ કોઈજ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી તથા ફાયર ચીફ એમ.એફ.દસ્તુર દ્વારા પણ ગેરકાયદેસર બાંધકામ માં ફાયરના સાધનો ચેક કર્યા વગર જ પરમિશન આપી દીધી હોય તેવું લાગી રહ્યું છે અને તેમને પણ કોઈજ પ્રકાર ની કાર્યવાહી કરી ન હતી જેથી ફરિયાદી નું કહેવું છે કે હવે એસ્ટેટ અધિકારી મનીષ માસ્તર અને ફાયર ચીફ દસ્તુર ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ અને જો અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કે સરકાર દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમારા દ્વારા હાઇકોર્ટના દરવાજા ખખડાવી ને આવા ભ્રષ્ટ અધિકારીઓ ઉપર પગલાં લેવા માટેની કાર્યવાહી કરશું કારણકે એસ્ટેટ અધિકારી મનીષ માસ્તર અને ફાયર ચીફ દસ્તુર ને માનવ જીંદગીઓ જોડે રમત રમવી બહુ જ ગમતી હોય તેવું લાગી રહ્યું છે તેવું ફરિયાદીએ જણાવ્યું હતું.