ગુજરાત સરકાર દ્વારા દારૂ જુગારના કેસ કરી ને ગુનેગારો માટે નવા નવા કાયદા બનાવવામાં આવી રહ્યા છે જેથી ગુનેગારો ગુન્હા કરવાનું બંધ કરે.
પરંતુ અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારની વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે.કાગડાપીઠ પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં કન્ટોડીયા વાસ અને ચુનારા વાસ માં ઠેર ઠેર દેશી દારૂના અડ્ડા આવેલા છે જેના ઉપર સ્થાનિક પોલીસ કાર્યવાહી કરવામાં સતત નિષ્ફળ નીવડે છે કે અડ્ડા બંધ કરાવવા માં સ્થાનિક પોલીસ ના પગ થથરી રહ્યાં છે કે શું તેવા અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.
અગાઉ પણ અમદાવાદ શહેરમાં અનેક વખત લઠા કાંડ જેવા બનાવો બનવા પામ્યા છે તેમ છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈજ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ પ્રકારની કામગીરી ને પગલે એવું લાગી રહ્યું છે કાગડાપીઠ પોલીસ લઠા કાંડ જેવા ગંભીર રોગ ને ફરીથી અમદાવાદ માં સક્રિય કરે તો નવાઈ નહીં.
કાગડાપીઠ પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના 21 અડ્ડા નું લિસ્ટ
1.કાળી લખા
2.સૂર્યા કાળીદાસ
3.સોનલ રાકેશ ખેપીઓ
4.કૌશલ્યા પ્રતાપ
5.પાતળી નટવર
6.લીલી ઉર્ફે વિમલા કોડેલી
7.શ્યામલાલ ભગવાનદાસ
8.શશીકલા
9.ચકી બકાભાઈ
10.સુનિતા અશોક
11.લાભુબેન વિમળાના ઘરની સામે
12.તેજલ મુકેશ ઉલારિયા હનુમાનની પાસે
13.આશા રાજુ ગોલ્ડન પ્લાઝાની સામે પઠાણ ની ચાલી
14.લતા સુરેશ પટેલ બિગ બઝાર ની બાજુમાં ઘંટી ની સામે
15.નરેન્દ્ર બકાભાઈ ચુનારા
16.લીલા રાજુ ચુનારા
17.શીલા જાંબુડીના ઝાડ પાસે
18.જ્યોતિ નિલેશ ચુનારા
19.દૂધાળી રેવા કનું ખેપીઓ
20.નાના ઇન્દુબેન કનુભાઈ ખેપીઓ.
21.દક્ષા પૂજા ખેપીઓ.