કોરોના વાયરસની મહામારી ને પગલે આ વર્ષે નવરાત્રી નું આયોજન ની પરમિશન માટે સરકાર પણ અવઢવ માં છે ત્યારે આજે અમદાવાદ ના ખેલ રસિયાઓ માં એક અનોખો આનંદ હોય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારી ને પગલે આયોજન થશે કે નહીં તે પણ એક પ્રશ્ન છે ત્યારે આજે અમદાવાદ ના નવલખ ગરબા ગ્રુપ દ્વારા કોરોના મહામારી ને ધ્યાનમાં લઈ ને લોકો ને જાગૃત કરવામાટે ટ્રેડિશનલ કપડાં ને સેનેટાઇઝ કરવા,હાથના મોજા હેન્ડવોશ જેવી અનેક વસ્તુઓ જે આ મહામારી માં જરૂરી છે તેને સાથે રાખી ને આ વર્ષે નવરાત્રી નું આયોજન થાય એવું વિચારી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ જ પ્રકાર ની જાહેરાત કરવામાં આવી નથી.
આ ગ્રૂપ ની એક ખાસ વાત એ છે કે માથે પહેરવાની પાઘડી 3 કિલો ની બનાવવામાં આવી છે અને તેના ઉપર દોરવામાં આવેલા કઠપૂતળી ને માસ્ક પહેરાવી ને આ એક યુનિક ટ્રેડિશનલ પહેરી ને તૈયારીઓ શરૂ કરી હતી અને દરેક ને એક મેસેજ આપ્યો હતો કે તમે પણ આવીરીતે બધી જ સાવચેતી રાખી ને નવરાત્રી નું આયોજન કરી શકો છો.