અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ગુનાખોરી વધતી જાય છે જેને ડામવા માટે ગુજરાત રાજ્યના ડીજીપી અને અમદાવાદ શહેરના પોલિસ કમિશ્નર દ્વારા દરેક પોલીસ સ્ટેશન ના અધિકારીઓ ને સતર્ક રહેવા જણાવ્યું છે.
આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને બજારમાં ખરીદી કરવા માટે બજારમાં લોકોની ભીડ થઈ રહી છે જેને પગલે પોલીસ પણ એલર્ટ મોડ માં કામ કરી રહી છે.
ગઈકાલે મોડી સાંજે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલ પતાશા પોળમાં રહેતી એક મહિલા ના ઘરે નકલી પોલીસ બની ને ચાર મહિલાઓ પહોંચી હતી અને પોલીસ ની ઓળખાણ આપી હતી અને જણાવ્યું હતું કે તમે ઘરમાં દેહવ્યાપાર નો ધંધો ચલાવી રહ્યા છો જેની અરજી અમારી પાસે આવી છે સમાધાન કરીને અમોને 30000 હજાર રૂપિયા આપી દો નહીતો પોલીસ સ્ટેશન લઈ જઈ ને મારવી પડશે જેવી ધમકીઓ આપી હતી જે બાદ મહિલાએ સતર્કતા વાપરીને પોલીસ ને જાણ કરી દેતા ખાડિયા પોલીસ સ્ટેશન ના પી.આઇ. પી.ડી.સોલંકી અને તેમની ટીમ દ્વારા તુરંત સ્થળ ઉપર પહોંચીને ચારે મહિલાઓ ને ઝડપી પાડી હતી અને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ હાથ ધરી હતી અને મહિલા ની ફરિયાદ ના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.વધુમાં ખાડિયા પોલીસ સ્ટેશન ના પી.આઈ. દ્વારા જણાવવામાં આવેલ કે અગાઉ આ મહિલાઓએ આવા પ્રકારના ગુન્હા કર્યા છે કે કેમ તે કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ કોર્ટ માં રજુ કરી રિમાન્ડ માંગી ને આગળ ની કાર્યવાહી કરવામાં આવશે.