ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી અમદાવાદ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકવા માટે કમર કસી નાખી છે પરંતુ અમદાવાદ શહેરની વાસ્તવિકતા કંઈક અલગ પ્રકારની જ જોવા મળી રહી છે.કારણકે અમદાવાદ શહેરમાં દારૂ જુગારના અડ્ડા બંધ કરાવી દેવામાં આવે તો સ્થાનિક પોલીસ ને ખર્ચા પાણી ક્યાંથી મળે ?
અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારની વાત કરવામાં આવેતો હવેલી પોલીસ સ્ટેશન ના પી.આઈ. પરમાર અને મહિલા પી.એસ.આઈ રાજપૂત ની રહેમરાહે ઠેર ઠેર ઈંગ્લીશ દારૂના અને દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તથા જુગાર અને કોરેક્ષ સીરપ તથા ગાંજા જેવા નશીલા પદાર્થો ખુલ્લેઆમ મળી રહ્યા છે.
હવેલી પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં ચાલતા ગોરખ ધંધાઓનું નામ સરનામાં સાથેનું લિસ્ટ
જમાલપુર રાયખડ દારુના અડ્ડા નું લિસ્ટ
૧)શકરી ડાેસી(જમાલપુર ઢાળ ધાેબીઘાટ)
૨)કમલેશ ભૂરાે(જમાલપુર ફૂલબજાર પાેલિસચાેકી પાછળ)(દેશી,અંગ્રેજી)
૩)કમળા કાળી,ભૂપેન્દ્ર લાલેા,રવિ(અંબે માતાના મંદિર પાસે જયશંકર સુંદરી હાેલ)(દેશી-વિદેશી)
૪)પરસી કિશ્રિયન(કાદરી ચાલી)
૫)મેરી કિશ્રિયન(આેપેરા ગેસ્ટ હાઉસ કાદરી ચાલી)
૬)મરાસી અને બાબુ(ટેલર સાહેબ ચાલી રાયખડ)
૭)ભાેજી(ભાેયવાડાે)
૮)નરેશ અને શ્રીરામ(અંગ્રેજી દારુ રાયખડ)
૯)અલમાસ (અબદાલવાડ અંગ્રેજી )
૧૦)ફરહાન ખાન(સૈયદ પાન પાસે કાંચની મસ્જિદ )
૧૧)પાેપટ(પિરાનપિર દરગાહ પાસે)
૧૨)સાનુ (મુંડા દરવાજા)
કફશીરપ corex max માટેનું લિસ્ટ
1)જમાલપુર દરવાજા સામે ઉર્દુ સ્કુલ પાસે દરગાહ પર.
૨)જમાલપુર બ્રીજ સામે કેલિકાે ગેટ નંબર ૨
ગાંજાે
જમાલપુર પગથિયા ઉપર.
અબદાલવાડમાં
જમાલપુર amc કવાેટસ કાંચની મસ્જિદ (હમજા ખાન બાલમ ખાન)
વરલી-સટા-મટકા
જાકિર મેડમ(ગાજીપીર)
મુનિયાે(પગથિયા અબદાલવાડ)
દિલાવરખાન(જમાલપુર હેબતખાન મસ્જિદ )
જુગાર
૧)જમિલા મેનપુરવાલા(પાંચપિપળી ખારાવાલા ડહેલા)
૨)પરસી(રાયખડ મિલ)
સ્થાનિક મહિલાઓ દ્વારા અનેક વખત કાર્યવાહી કરવામાટે અનેક જગ્યા પર રજૂઆતો કરવા છતાં પણ હવેલી પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં પી.આઈ.પરમાર અને પી.એસ.આઈ. રાજપૂત ની રહેમરાહે આ અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાની વાત સ્થાનિકો દ્વારા સત્ય ડે ની ટીમ ને જણાવવામાં આવેલ.જો આગામી દિવસોમાં જમાલપુરમાં મહિલા સંગઠન તે ઉપરાંત સામાજિક સંગઠનાે આંદાેલન કરવામા આવશે તેવું જણાવવામાં આવેલ.વધુમાં સ્થાનિક મહિલાએ નામ નહીં આપવાની શરતે જણાવેલ કે આ પોલીસ સ્ટેશન ના વહીવટદાર કેતન પટેલ દ્વારા દરેક અડ્ડા ઉપર પોતાની ધાક જમાવેલી છે અને એક મુકેશ અને ઝહીર તથા પોલીસ કોન્સ્ટેબલ નીકુલ નામની વ્યક્તિ ને આ કેતન પટેલ દ્વારા નોકરી ઉપર રાખવામાં આવ્યો છે જે દર મહિને દરેક અડ્ડા ઉપર થી પૈસા ની ઉઘરાણી કરી ને વહીવટદાર કેતન પટેલને પહોંચાડી રહ્યો છે.
જો આગામી દિવસોમાં સરકાર અને પોલિસ વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા દ્વારા દરેક મહિલાઓ અને અનેક સંગઠનો ભેગા થઈ ને ગુજરાત વિધાનસભા અને પોલીસ ભવન નો ઘેરાવો કરશું.