ઘરફોડ ચોરીના 16 બનાવમાં નાસતા ફરતા આરોપી સહિત ત્રણ શખ્સોને ઝડપી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ સહિત બે ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ .
ગઈ તારીખ 31 7 2021 ના રાત્રિના ત્રણ વાગે ચાર અજાણ્યા ઈસમોએ લૂંટ કરવાના ઇરાદાથી અમદાવાદ,દસકોઈ,ઘુમા લાલગેબી આશ્રમ પાસે ઇસ્કોન ગ્રીન બંગલોના મકાન નંબર 121 ફરિયાદી શ્રીના મકાનના આગળના ભાગે મેઇન દરવાજાની બાજુમાં લોખંડ ની જાળી વાળા દરવાજાનો નકુચો તાળા સાથે તોડી,કાચના શટર ખોલી,અંદર પ્રવેશ કરી,ફરિયાદી શ્રી તથા ફરિયાદીના પત્નીને કોઈ હથિયારથી ઈજા કરી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ તથા મોબાઇલ તેમજ આઇપેડ વગેરેની લૂંટ કરી લઇ ભાગી ગયા જે બાબતે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો
સદર બનાવની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય આર મંડલીક સાહેબના ઓર્ડરથી અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા સારું સુચના આપેલ હતી
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.વી દેસાઈ તથા પોતાની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આઇ.એસ રબારી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે વાય પઠાણ ના ઓર્ડરથી પોલીસે પોતાની ટીમના માણસો સાથે બનાવવાળી જગ્યાએ ની વિઝીટ કરી જગ્યાનું ઝીણવટપૂર્વક અભ્યાસ તથા હ્યુમન સોર્શીશ ની મદદથી તપાસ આદરી હતી.તપાસમાં પ્રથમ દ્રષ્ટિએ દાહોદની મોહનીયા ગેંગ આ ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાઇ આવ્યું હતું. જેને આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તે દિશામાં આરોપીઓને શોધી કાઢવા સારું તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ હતી.
ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમી અને હકીકતને આધારે ક્રાઇમ બ્રાન્ચે વૈષ્ણોદેવી સર્કલ પાસેથી આરોપી એક મુકેશ કાળુ ખીમલા જાતે મોહનીયા
રામસિંહ ઉર્ફે બાબુ નાથીયા ધનસુખ માવી, તેમજ કલસિંહ સનુભાઈ બચુભાઈ ડામોરની ધરપકડ કરેલ છે.તેમ જ લૂંટ સહિત બે ગુનાનો ભેદ ઉકેલવામાં
ક્રાઇમ બ્રાન્ચ સફળ રહી છે.