અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ગેરકાયદેસર બાંધકામો નો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે અમદાવાદ શહેરના બિલ્ડરો કોર્પોરેશનના અધિકારીઓને પોતાના ખિસ્સામાં લઈ ને ફરતા હોય તે રીતે બિન્દાસ બની ગયા છે.
અમદાવાદના મધ્યઝોન વિસ્તારમાં આવેલ જમાલપુર વૉર્ડ માં મોટા બમબા પાસે આવેલ ફાતમાં રેસિડેન્સી નામની સ્કીમ માં અનેક ગેરરીતિઓ ને લઈ ને અનેક લોકોએ ફરિયાદો કરવા છતાં પણ અમદાવાદના મધ્યઝોન ના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી કારણકે બિલ્ડર અબ્દુલ રઉફ દ્વારા અધિકારીઓના ખિસ્સા ભરી આપવામાં આવે છે એટલા માટે જ આવા બિલ્ડરો ગેરકાયદેસર બાંધકામ બાંધવામાં સફળ થાય છે.
ફરિયાદી દ્વારા સત્ય ડે ની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારા દ્વારા અમ્યુકો. માં વારંવાર ફરિયાદો કરવા છતાં પણ કોઈજ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને લોકોને ઘર રહેવામાટે પણ આપી દેવામાં આવ્યા છે.
વાત એ છે કે આ ફાતમાં રેસિડેન્સી ના પ્લાન સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કારણકે જમાલપુર વિસ્તારમાં 6 માળ ની બિલ્ડીંગ બાંધવાની કોઈજ પ્રકારની પરમિશન આપવામાં આવતી નથી તેમ છતાં 6 માળ બંધાઈ ગયા હોવા છતાં પણ કોર્પોરેશન મધ્યઝોન ના એસ્ટેટ અધિકારીઓને આંખે પાટા બંધાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે અને હાલમાં પણ આ 6 માળ બંધાઈ ગયા હોવા છતાં પણ તેની ઉપર અલગ થી પેન્ટ હાઉસ બનાવવા માં આવી રહ્યું છે.તો શું કોર્પોરેશન દ્વારા પરમિશન આપવામાં આવી છે કે કેમ ? તે પણ એક સવાલ ઉભો થયો છે.
ફરિયાદી એ આક્ષેપ કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એસ્ટેટ અધિકારીઓ દ્વારા કે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આ સ્કીમ નું કામકાજ બંધ નહીં કરાવવામાં આવે અને જો આ ગેરકાયદેસર બિલ્ડીંગ ને તોડી પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં લાગતા વળગતા કોર્પોરેશન ના અધિકારીઓ અને કર્મચારીઓ સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી ને આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે ગુનો દાખલ કરાવશું તેવું ફરિયાદીએ સત્ય ડે ની ટીમ ને જણાવ્યું હતું.