અમદાવાદના જુહાપુરા ફતેહવાડી રોડ પર આરોપીને પકવા ગયેલ પોલીસ પર હુમલાની ઘટના બની હતી. જેમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સિદ્ધાર્થસિંહ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
પોલીસને જોઈ ભાગવા ગયેલા આરોપીએ પોલીસકર્મી પર કાર ચડાવી દીધી હતી. પોલીસે આ મામલે તપાસ કરતાં આરોપી અમિન મારવાડી ઇબ્રાહિમ નૂરખા જાટ પાસેથી રિવોલ્વર, તલવાર, બેઝબોલ જેવા હથિયાર મળી આવ્યા હતાં. વેજલપુર પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.