છેલ્લા 6 મહિના થી કોરોના વાયરસની મહામારી ને પગલે ભારત દેશમાં શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે અબે હજુ પણ શાળા કોલેજો ક્યારે ખુલશે તે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
થોડા સમય અગાઉ સત્ય ડે ની મીડિયા ટીમ ને એક હકીકત મળી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલિસબ્રિજ વિસ્તારની સરકારી શાળા કોરોના દરમ્યાન પણ શાળા ના કલાસ ચાલુ રાખી ને બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા હતા.સત્ય ડે મીડિયા ને માહિતી મળ્યા બાદ સમગ્ર મામલો ટીવી ચેનલો અને વર્તમાન પત્રો માં ઉજાગર થયો હતો ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાયદેસર ના પગલાં લેવાની બાંહેધરી આપવામાં આવી હતી અને શાળા ના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને અન્ય ચાર શિક્ષકો ને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો હતો.ત્યારબાદ એક રાજકીય પક્ષના નેતા દ્વારા સમગ્ર મામલે આચાર્ય નું સસ્પેન્શન રદ કરાવવા બાબતે મુહિમ છેડવામાં આવી હતી.જેના પગલે સસ્પેન્ડેડ આચાર્ય પાસેથી રૂપિયા 8લાખ નો મસ મોટો તોડ કરી મામલો દબાવી સસ્પેનશન રદ કરાવવા માટે નક્કી કરવામાં આવ્યા હતા.સમગ્ર મામલે રાજકીય નેતા અને જિલ્લા શિક્ષણ અધિકારી એ કુંડળીમાં ગોળ ભાગી ત્રીજા જ દિવસે શિક્ષકો ને પરત ફરજ ઉપર પરત લેવામાં આવ્યા હતા જ્યારે આચાર્ય નો મામલો સમેટવા માટે ગુજરાત કોલેજ પાસેની અન્ય એક રાજકીય નેતાની પ્રતિષ્ઠિત હોટલમાં મિટિંગ કરવામાં આવી હતી જે મિટિંગમાં રાજકીય નેતાઓ શિક્ષિકાઓ સાથે બેઠક યોજીને સમગ્ર મામલે પતાવટ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું હતું તો હવે જોવાનું એ રહ્યું કે કયા રાજકીય પક્ષના નેતા અને કયા રાજકીય આગેવાન ની હોટલ માં મિટિંગ થઈ હતી તે ચર્ચા એ જોર પકડ્યું છે.