અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વારંવાર અનેક વિવાદોમાં ઘેરાયેલું જ રહે છે જે અમદાવાદ કોર્પોરેશન ની વાસ્તવિકતા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો માટે લઈ ને એસ્ટેટ ખાતું તો બદનામ થયેલું જ છે પરંતુ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ઈજનેર ખાતું પણ ભ્રષ્ટચાર માં સામેલ થયું છે કારણકે અમદાવાદ શહેરના નવા પશ્ચિમ ઝોન વિસ્તારના સોલા એરિયામાં સોલા સિવિલની પાછળના ભાગમાં સાંઈબાબાના મંદિર પાસે શિવ બેવરજીસ નામનો ગેરકાયદેસર પાણીનો પ્લાન્ટ ધમધમી રહ્યો હોવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ઈજનેર ખાતું અને હેલ્થ ખાતું આંખ આડે કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં આવા કેટલા પ્લાન્ટ ચાલી રહ્યા છે કોને ખબર ? પરંતુ આજે અમદાવાદ ના સોલા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર પાણી ના પ્લાન્ટ ઉપર સત્ય ડે ની ટીમ દ્વારા તપાસ કરતા ત્યાં હાજર માલિક જગદીશ પટેલ અને સ્ટાફે સત્ય ડે ની ટીમ ને ફોટા અને વિડિઓ લેતા અટકાવવાની કોશિશ કરી હતી અને જણાવેલ કે અમદાવાદમાં તો બધું ગેરકાયદેસર જ ચાલે છે તો મારું છે તો નવાઈ શુ છે એટલે આ વાત ઉપર થી એટલું સાબિત થઈ રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ભ્રષ્ટ તંત્ર જ આવા ગેરકાયદેસર પ્લાન્ટ ને મંજૂરી આપી રહ્યું છે જેને આગામી દિવસોમાં સત્ય ડે ન્યૂઝ ઉજાગર કરશે.