નરાધમ સસરા પતિની હાજરીમાં પણ અડપલાં કરવાની ચેષ્ટા કરતા પોલીસ ફરિયાદ થઈ દાખલ.
શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના સસરા સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે લગ્ન બાદ જ્યારે તે તેના સાસરે રહેવા આવી હતી ત્યારે તેનો પતિ કામે જતો હતો. અને તે દરમિયાન તેના સસરા રૂમમાં આવી તેની છેડતી કરતા અને શારીરિક અડપલા પણ કરતા હતા. અવારનવાર તેઓને આ હરકત કરવા મનાઈ ફરમાવવામાં આવતી પરંતુ તેમ છતાં તેઓએ આ હરકત ચાલુ રાખી હતી. આખરે કંટાળીને યુવતીએ સેટેલાઈટ પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીના તાજેતરમાં જ લગ્ન થયા હતા લગ્ન બાદ તે શરૂઆતમાં તેના પિયરમાં રહેતી હતી. પરંતુ બાદમાં તે તેના સાસરે રહેવા આવી ગઈ હતી. આ યુવતી જ્યારે સાસરે રહેવા આવી ત્યારે તેનો પતિ અને તે બંને અલગ રૂમમાં સૂતા હતા. જ્યારે આ યુવતી સૂતી હોય ત્યારે તેના સસરા તેના રૂમમાં આવી જતા અને આ યુવતીની છેડતી કરતા હતા.