અમદાવાદ શહેરમાં તહેવારોના પગલે દિવસે ને દિવસે કોરોના એ ભરડો લીધો છે ત્યારે ભાજપના જ અનેક નેતાઓ હવે કોરોના ની ઝપટમાં આવ્યા છે.
પાલડી વોર્ડના જાગૃત કોર્પોરેટર સુજય મહેતા કે જે કોરોના કાળ માં જનતા ની સેવા કરવામાં રાત દિવસ એક કરી નાખ્યા હતા.પાલડી ની કોઈપણ સોસાયટીના રહીશ ના ઘરે કોરોના પોઝિટિવ આવે અને કોઈપણ વ્યક્તિ તેઓને ફોન કરે તો ત્વરિત તેમને હોસ્પિટલમાં એડમિટ કરવાથી લઈને સોસાયટી સેનેટાઇઝ કરાવવાની કામગીરી કોર્પોરેશન ના અધિકારીઓને જાણ કરી અને સાથે ઉભા રહી ને જવાબદારી પૂર્વક ની સેવા નિભાવતા કોર્પોરેટર સુજય મહેતા ને આજે કોરોના પોઝિટિવ આવતા હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ડો.સુજય મહેતા એ પોતાના ફેસબુક પેજ ઉપર પાલડી ની જનતા ને જણાવ્યું હતું કે મને કોરોના ના લક્ષણો દેખાતા મેં ટેસ્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ હું હોસ્પિટલમાં સ્વસ્થ છું.વધુમાં જણાવેલ કે મારા સંપર્કમાં આવેલ તમામ લોકોએ ટેસ્ટ કરાવી લેવા જેથી કોઈને કાંઈ તકલીફ ના પડે અને હું ઝડપથી સ્વસ્થ થઈ ને ફરીથી પાલડી ની જનતા માટે ખડેપગે સેવા કરવા ઉભો રહીશ.