ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે.પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને પગલે ભાજપે આજથી સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી છે.8 વિધાનસભા ની પેટા ચૂંટણીમાં પાસ થયેલ સી.આર.પાટીલ હવે સ્થાનિક સ્વરાજય નો જંગ જીતવા કમર કસી રહ્યા છે,ત્યારે ગઈકાલે જ તેમણે જણાવ્યું હતું કે 52 વર્ષથી ઉપરના પાર્ટીના લોકોને ટીકીટ આપવામાં નહીં આવે અને યુવાનોને ઝંપલાવી આ ચૂંટણી જીતવી જોઈએ તેવું મારુ માનવું છે જેને પગલે 52 વર્ષથી ઉપરના વરિષ્ઠ આગેવાનો હવે પોતાના પરિવાર ના સભ્યો માટે ટીકીટ માંગવા નું શરૂ કરી દેવામાં આવ્યું છે.
એક તરફ પરિવાર વાદ માટે થઈ ને ભાજપ અનેક વાર કોંગ્રેસ ઉપર વાર કરતું આવ્યું છે ત્યારે આજે હવે ભાજપના શાસક પક્ષના નેતા ચાલુ કોર્પોરેટર અને પૂર્વ મેયર અમિત શાહ દ્વારા પોતાના દીકરા સન્ની શાહ માટે ટીકીટ ની માંગણી કરી છે તો હવે પરિવાર વાદ નું વિરોધ કરતું ભાજપ પોતાના જ પૂર્વ મેયર અમિત શાહના દીકરા માટે ટીકીટ ની માંગણી કરતા હવે ભાજપ હાઇકમાન્ડ આ વાત માનશે કે નહીં તે એક પ્રશ્ન ઉભો થયો છે.આમ તો કહેવાઇ જ રહ્યું છે કે છેલ્લા 25 વર્ષ થી વાસણા માં ચૂંટાઈ ને આવી રહેલા કોર્પોરેટર અમિત શાહ એક વખત મેયર બન્યા એક વખત એ.એમ.ટી.એસ. ના ચેરમેન પણ બની ચુક્યા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના ખુબજ નજીક ના ગણાઈ રહ્યા હોવાથી ભાજપ પક્ષ પૂર્વ મેયર અમિત શાહ ના દીકરા સન્ની શાહ ને ટીકીટ આપી શકે છે.
