અમદાવાદ મહાનગરપાલિકાના શાસકો વિવિધ પ્રોજેક્ટ બનાવવામાં મહિર છે. પરંતુ તેને સમયસર પૂરા થાય તેનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી. અને તેને કારણે કોર્પોરેશનની તિજોરી ખાલી થાય છે. પ્રજાના પરસેવાના પૈસા ક્યાં વપરાય છે તેવા પણ સવાલ ઉઠે છે. રિવરફ્ન્ટ પર બની રહેલા સ્પોર્ટસ કોમપ્લેક્ષ-ફુટ ઓવર બ્રીજ-મલ્ટીલેવલ પાર્કીંગ સમસયર પુર્ણ ન થવા પાછળ કોરોનાનું કારણ આગળ ધરવામાં આવ્યું.ભાવતુ હતુ ને વૈદ્યે કીધુ તેવું કંઈક બન્યું છે અએમસીના પ્રોજેક્ટમાં. લોકડાઉન આવતા કેટલાક પ્રોજેક્ટની કામગીરી ખોરંભે ચઢી ગઈ છે. રીવરફ્ર્ન્ટ પર ચાલતા ત્રણ પ્રોજેક્ટ વિલંબમા મુકાયા છે. વિલંબમા મુકાયેલા પ્રોજેક્ટની વાત કરીએ તો AMCએ રૂ.૫૯.૮૭ કરોડના ખર્ચે એસવીપી હોસ્પિટલ પાસે ૮,૭૧૦ ચોરસ મીટરના પ્લોટમાં ૩૮,૭૨૫ ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા સાથે છ માળનું મલ્ટીલેવલ પાર્કિંગનું કામ મંજૂર કર્યું હતું. આ કામ માર્ચ 2019માં શરૂ કરાયું હતું.
અને સપ્ટેમ્બર 2020માં પૂરુ થવાનું હતું. રૂ.૨૫.૬૬ કરોડના ખર્ચે પાલડી એનઆઇડીની પાછળના ભાગે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાનું નક્કી કર્યું હતું.આ કામ પણ માર્ચ 2019માં શરૂ કરાયું. જે એપ્રિલ 2020માં પૂર્ણ થવાનંર હતું. પરંતુ તે પણ ખોરંભે ચઢ્યું છે. રિવરફ્રન્ટ પાસે શાહપુર માસ્ટર કોલોની સ્પોર્ટસ કોમ્પલેક્ષનું કામ પણ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ પૂર્ણ કરવાનું હતું. તે પણ હજુ પૂર્ણ થઈ શક્યુ નથી.. રૂ.૭૪.૨૯ કરોડના ખર્ચે રિવરફ્રન્ટના એલિસબ્રિજ અને સરદાર બ્રિજની વચ્ચેના ભાગમાં આઇકોનીક સ્ટીલ-કાચનો ફુટ બ્રિજ મંજુર કર્યો હતો. જેનું કામ જૂન 2018ના રોઝ શરૂ થયું હતુ. જે સપ્ટેમ્બર 2020માં પૂર્ણ થવાનું હતુ. જોકે આ કામ પણ સમયમર્યાદામાં પૂર્ણ થયું નહીં.વિપક્ષનો આક્ષેપ છે કે કોરોના તો માત્ર બહાનું છે. સમયમર્યાદા કરતા કામ મોડું થાય છે અને પછી કોર્પોરેશન કોન્ટ્રાક્ટરને ભાવ વધારો કરી આપે છે. જેથી કોન્ટ્રાક્ટરને ફાયદો થાય છે. આમેય અનેક પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થતા નથી. જેને કારણે ખર્ચ વધી જાય છે. અને પ્રજાના પૈસા પણ વેડફાય છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ–ભદ્ર પ્રોજેક્ટ-આંબેડકર બ્રીજ–હાટકેશ્વર બ્રીજ..એલ જી કોલેજ સહિત વિવિધ પ્રોજ્ક્ટમા વિલંબ થતા તંત્રની તીજોરીને વધારાનો બોજો પડ્યો હતો. ત્યારે હવે કોરોનાના બહાના હેઠળ હાલના પ્રોજ્ક્ટમાં પણ તંત્રને બોજો પડે તો નવાઇ નહીં.