અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે એક નવો ટ્રેન્ડ ઉભો થવા પામ્યો છે જેમાં અનેક યુવાનો લોકો જાહેરમાં તલવારથી કેક કાપવાનો શોખ ઉભો થયો છે.
અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે કોરોના મહામારી બેકાબુ બનતી જોવા મળી રહી છે બીજી તરફ તહેવારો ચાલી રહ્યા છે ત્યારે તહેવારોમાં પણ અનેક લોકોના જન્મ દિવસ આવતા હોય તે સ્વભાવિક છે પરંતુ હાલ ગુજરાત સરકાર દ્વારા તહેવારો ને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈ ને ગુજરાત રાજ્ય ના ડીજીપી ને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા અનેક પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને સ્ટેન્ડ ટુ કરવામાં આવ્યા છે તેવામાં જ જાણે અમદાવાદ ના બાપુનગર વિસ્તારમાં રહેતા દેવ બાદશાહ નામના યુવક ને પોલીસ નો કોઈજ પ્રકાર નો ડર ન હોય તેવી રીતે જાહેર રોડ ઉપર તલવાર થી કેક કાપી હતી અને AK47 સેવન જેવી દેખાતી રિવોલ્વર થી જાહેરમાં ફાયરિંગ કર્યાના ફોટો અને વિડિઓ દેવ બાદશાહ નામના યુવકે પોતે જ વાયરલ કર્યા હતા જેથી દેવ બાદશાહ ને પોલીસ નો કોઈજ ડર ન હોય તેવું લાગી રહ્યું છે.પરંતુ આ AK47 જેવી દેખાતી રિવોલ્વર સાચી છે કે ખોટી તે તો હવે પોલીસ દેવ બાદશાહ નામની વ્યક્તિ ને પકડે પછી જ ખબર પડે.
કહેવાય છે કે બાપુનગર પોલીસ સ્ટેશન ના પી.આઈ. એન.કે.વ્યાસ એક સિંઘમ જેવી પ્રતિભા ધરાવનાર અધિકારી છે તેમ છતાં પણ આવા બેફામ બનેલા લુખ્ખાતત્વો દ્વારા જાહેરમાં તલવારથી કેક કાપવી એ બાપુનગર પોલીસ માટે ચેલેન્જ સમાન છે હવે જોવાનું એ રહ્યું કે આવા લુખ્ખાતત્વો પોલીસ ના હાથમાં ક્યારે આવે છે.