આજે વડાપ્રધાન નરેન્દ્રમોદી ના 70 માં જન્મ દિવસ નિમિત્તે ભાજપ પક્ષ દ્વારા અનેક કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે ત્યારે આજે અમદાવાદ ના બાપુનગર પોલીસ સ્ટેશન ના પી.આઈ. એન.કે.વ્યાસ દ્વારા નાયક પિક્ચર ની યાદ તાજી કરાવતા બાપુનગર પોલીસ સ્ટેશન ના હદ વિસ્તાર માં 70 જેટલા ફરિયાદ બોક્ષ મુકવામાં આવશે જેમાં બાપુનગરમાં રહેતી પ્રજાને પોલીસ ને લાગતા કોઈપણ પ્રશ્ન હોય તે બોક્ષ માં નાખવા જણાવ્યું છે અને પી.આઈ.એન.કે વ્યાસે વધુમાં જણાવેલ કે બાપુનગર વિસ્તારમાં પ્રજા ને જ્યાં જ્યાં કોઈપણ પ્રશ્ન હોય તો તરત આ બોક્ષમાં ફરિયાદ મુકો જે પણ ફરિયાદ હશે તેના ઉપર અમારા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવશે.
બાપુનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.કે.વ્યાસ ની વાત કરીએ તો એક બાહોશ અને સિંઘમ ની છાપ ધરાવનાર અધિકારીઓમાં ના એક અધિકારી છે.અગાઉ પણ જ્યાં જ્યાં પોલીસ સ્ટેશન માં ફરજ બજાવી ત્યાં અનેક ગુનેગારો ને ધ્રુજારી છોડાવી દેવામાં નામના ધરાવે છે અને ગુનેગારો પણ આ બાહોશ અધિકારી નું નામ પડવાથી વિસ્તારમાં ગુનાખોરી કરવાનું બંધ કરી ને બીજા વિસ્તારમાં સ્થાયી થઈ જવા મજબુર બની જાય છે.
આજે જ્યારે પી.આઈ.એન.કે.વ્યાસ દ્વારા આ પહેલ કરતા પોલીસ બેડામાં પણ એક નામના મેળવી છે અને એક રીતે જોવા જઈએ તો બાપુનગર પોલીસ સ્ટેશન ના સ્ટાફ માં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે કે ક્યાંય આપડી ફરિયાદ થઈ જશે તો ? એટલે કર્મચારીઓ પણ હવે નિષ્ઠા પૂર્વક ની કામગીરી કરશે તેવું દેખાઈ રહ્યું છે.