ઉત્તર ઝોનના ડેપ્યુટી એસ્ટેટ અધિકારી રાજેન્દ્ર જાદવ અને ભાજપના દરિયાપુર ના ઉમેદવાર જયરામ દેસાઈની મિલીભગતથી બાપુનગરનું નું એક પરિવાર થયું બે ઘર.
ફરિયાદી શેખ ઉસમાનભાઈ ઇબ્રાહિમ ભાઈ છેલ્લા 50 વર્ષથી રાધારમણ ની ચાલી માં પોતાના પરિવાર સાથે રહે છે.ઉપરોક્ત જગ્યામાં રહેતા હોવાના દરેક જાતના પુરાવા પણ તેમની પાસે છે. નામદાર સરકાર અને તેના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ ક્રમાંક ઈઆરસી/102013/783/થ/ગાંધીનગર તારીખ 18/07/2013 અનુક્રમે ઠરાવ મુજબ મૂળભૂત સુવિધાવાળા મકાનો ઝૂંપડાઓને મફત મકાન ઉપલબ્ધ કરાવવાનું તેમની નિયુક્ત બાદ ચાલીમાં રહેતા વર્ષો જુના ભાડવાત કે કબ્જેદાર ને જુના મકાનોની સર્વે કરી કરાવી માર્ગદર્શન આપવા અંગેની કાર્યવાહી કરવાની હતી રાધારમણ ની ચાલી નામે ઓળખાતી રહેણાંક વસાહત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટી.પી. 12 અને એફ.પી. નંબર 158 થી જાહેર કરેલ હતી.
નામદાર સરકારના સદરી નંબરના ઠરાવ મુજબ ખાનગી ડેવલોપર જયરામ દેસાઈ દ્વારા મકાનો બાંધકામ કરતા પહેલા જુના મકાનોની સર્વે કરાવ્યો હતો. અને અમો કબ્જેદારના મકાનનો સર્વેમાં ગૂંચ અને ગોટાળા ઉભા કરી સાચો અને નિષ્પક્ષ સર્વે કરેલ ન હતો.જેઓના નિર્ણયથી નારાજ થઈ અમારા દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સિવિલ એપ્લિકેશન નંબર 5777/2019 થી દાખલ કરી ન્યાયિક દાદ માંગેલ હતી.પરંતુ અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યમાં કે દેશોમાં ચારો તરફ કોવિડ 19 ની મહામારી માં નામદાર સરકારે લોકડાઉન જાહેર કરેલ અને લોકડાઉન પૂર્ણ થતાં અનલોક શરૂ કરેલ પરંતુ સરકારના આદેશ વિરુદ્ધ જઈ અમો અરજદારને વારંવાર અને અવાર નવાર એસ્ટેટ ખાતાના અધિકારી રાજેન્દ્ર જાદવ દ્વારા અમારી મિલકત ડીમોલેશન કરવા અંગે તોડી નાખવા અંગેની નોટિસો આપતા હતા.ત્યારે પણ અમો અરજદાર ને સદરી નંબર વાળો કેસ નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ચાલુ હતું અને તેનું ન્યાયિક પરિણામ પેન્ડિંગ હતું.આ બાબતને લઈ અમારા દ્વારા ઝોન 5 ડીસીપી ને 11/01/2021 ના રોજ એક અરજી કરેલ કે જેમાં ડીમોલેશન પ્રક્રિયામાં પોલીસ પ્રોટેક્શન ન ફાળવવા અંગે અરજ કરેલ હતી અને તે અનુસંધાને બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે જરૂરી કાર્યવાહી અર્થે તબદીલ કરેલ અને જેના અનુસંધાને બાપુનગર પોલીસ સ્ટેશન ના પી.આઈ. એ.વી.ગઢવી દ્વારા અમોને ડાયમંડ ચોકી ઉપર જવાબ લખાવવા બોલાવેલ અને સદર બાબતના હાઇકોર્ટ મેટરના પુરાવા રજુ કરી જવાબ લખાવેલ અને જણાવેલ કે ડીમોલેશન બાબતે પોલીસ પ્રોટેક્શન આપવું નહિ તેમ છતાં ગુજરાત હાઇકોર્ટની ન્યાયિક ગરીમાંનું ઉલ્લંઘન કરી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન ના ડેપ્યુટી એસ્ટેટ અધીકારી રાજેન્દ્ર જાદવ ને પોલીસ પ્રોટેક્શન ફાળવી અમારી મિલકત અને ધંધાકીય મકાન નું ડીમોલેશન કરી દીધેલ અને અમારે ગંભીર અને ભયંકર પ્રકારનું નુકશાન પહોંચાડેલ છે.
ફરિયાદીનો આક્ષેપ છે કે હાઇકોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં પણ આ એસ્ટેટ અધિકારી રાજેન્દ્ર જાદવ અને બાપુનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.વી.ગઢવી ની મિલીભગત થી અમારું ડીમોલેશન કરવામાં આવ્યું છે અને આ બાબતને લઈ અમારા દ્વારા ગુજરાત હાઇકોર્ટના જજ ને ઈમેઈલ દ્વારા આ બાબતની ફરિયાદ પણ કરેલ છે અને ડેવલોપર જયરામ દેસાઈ રાજકીય વગ ધરાવતો હોઈ અને હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દરિયપુર વોર્ડમાંથી ઉમેદવારી પણ નોંધાવેલ હોઈ એસ્ટેટ અધિકારી અને બાપુનગર પોલીસ રાજકીય દબાણ ના લીધે અમારી સાથે અન્યાય કરી રહ્યા છે જેથી આગામી દિવસોમાં અમોને ન્યાય નહીં મળે તો અમારા દ્વારા અમારા મંદબુદ્ધિના બાળક ની સાથે કલેક્ટર ઓફિસમાં જઈ ને પરિવાર સાથે આત્મવિલોપન કરશું.