પોલીસે પકડેલો નવરંગપુરાની આંગડિયા પેઢીનો કર્મી ભાવેશ વાળંદ
આંગડિયા પેઢીનો કર્મી રોકડ રકમના આધાર પુરાવા ન આપી શકતા સવા કરોડથી વધુની રોકડ જપ્ત કરવાની કાર્યવાહી
રાજ્યમાં આગામી 21મી ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી દરમિયાન દારૂ અને રોકડની હેરાફેરી પર પોલીસ અને ચૂંટણીપંચ ખાસ વોચ રાખતું હોય છે. રામોલ પોલીસે રૂ. 1.34 કરોડની રકમ સાથે આંગડિયા પેઢીના કર્મચારીની રિંગ રોડ પરથી અટકાયત કરી છે. યુવકને રોકડ રકમ અંગે પુછતાં તેની પાસે રકમ બાબતે કોઈ આધાર પુરાવા ન હોય રૂ. 1.34 કરોડની રકમ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી છે.
રિંગ રોડ પરની રેસ્ટોરાં પાસે યુવકને પોલીસે પકડ્યો
ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા માટે રોકડ રકમ અને દારૂની લાલચ ન આપવામાં આવે તેને લઈ ચૂંટણીપંચ દ્વારા પોલીસને ખાસ સૂચના આપવામાં આવે છે. ત્યારે રામોલ પોલીસે રિંગ રોડ પર દાલબાટી રેસ્ટોરાં પાસેથી બાતમીના આધારે ભાવેશ વાળંદ (ઉ.વ.28- રહે. વાણીયા શેરી, સોખડા)ની રૂ 1.34 કરોડ સાથે અટકાયત કરી લીધી હતી.