અમદાવાદ માં કોરોના વિસ્ફોટ થયો છે અને અહીં શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે એટલુંજ નહી પણ દારૂબંધી નો કોઈ અમલ થતો ન હોય એક મિડિયા ના નાતે બુટલેગરોને ખુલ્લા પાડવા માટે સત્ય ડે ની ટીમ દ્વારા વારંવાર સ્ટિંગ ઓપરેશન કરી ન્યૂઝ ચેનલમાં પ્રસારીત કરવામાં આવ્યા હતા.પરંતુ દેશી દારૂના અડ્ડા સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનના પી.આઈ. રાજપૂત અને વહીવટદાર વિક્રમસિંહ દ્વારા કોઈ પગલાં ભરવામાં નહિ આવતા ફરી એકવાર સત્ય ડે ન્યૂઝ ની ટીમ શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ પોટલિયા ચાર રસ્તા પાસે હનુમાનજી ના મંદિર ની પાછળના ભાગમાં ચાલતા મધુ નામની બુટલેગર દારૂ ના વેંચાણ ને ખુલ્લું પાડવા સત્ય ડે ન્યૂઝના કેમેરા મેન પ્રતીક દોષી ને સ્થળ ઉપર મોકલી વિડિઓ ઉતારવા મોકલવામાં આવતા એક મીડિયાકર્મી ની ફરજ બજાવતા હતા ત્યારે બુટલેગર મધુ અને તેના મળતીયાઓ દ્વારા સત્ય ડે ન્યૂઝ ચેનલના કેમેરામેન પ્રતીક દોષી ઉપર જીવલેણ હુમલો કરી ઝપાઝપી કરી ધમકી આપી હતી અને બુટલેગર મધુ ને પોલીસ નો કોઈજ ડર ના હોય તેમ બિન્દાસ જણાવેલ કે અહીં તારા જેવા 50 થી વધુ જેટલા પત્રકારો અહીં આવે તો પણ અહીં દારૂ બંધ કરાવવાની ની કોઈની તાકાત નથી જેથી એક વાત એ સાબિત થઈ રહી છે કે આ બુટલેગર દ્વારા મસ મોટા હપ્તા આપી રહ્યા હોવાથી જ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવા દેવામાં આવતી નથી.
જ્યારે બુટલેગર મધુ દ્વારા સત્ય ડે ન્યૂઝ ચેનલના કેમેરામેન પ્રતીક દોષી ઉપર હુમલો કર્યો તે બાદ કેમેરામેન પ્રતીક દોષી ને વી.એસ. હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન શહેર કોટડા પોલીસ સ્ટેશન ના ઇન્વે ના કર્મચારીએ આવી ને ફરિયાદ લખી હતી અને ત્યારબાદ જણાવેલ કે તમારી એફ.આઈ.આર.થઈ ગયેલ છે જેથી અમો નિશ્ચિત થઈ ગયેલ પરંતુ જ્યારે સવારે ઓનલાઈન એફ.આઈ.આર. જોવા મળેલ હતી નહીં જેથી શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતા જાણવા મળેલ કે શહેર કોટડા પોલીસ સ્ટેશન દ્વારા ફક્ત ને ફક્ત એન.સી.ફરિયાદ દાખલ કરવા માં આવી હતી તો એક વાત એ સાબિત થઈ રહી છે કે શહેર કોટડા પોલીસ સ્ટેશનના પી.આઈ. રાજપૂત અને વહીવટદાર વિક્રમસિંહ દ્વારા એક ન્યૂઝ ચેનલના કેમેરામેન ની ફરિયાદ લેવામાં રસ નથી અને બુટલેગર ને કેવી રીતે છાવરવા તેવી જ માનસિકતા ધરાવતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાના ન્યૂઝ બનાવ્યા છે અને ગુજરાત માં દારૂબંધી નો અમલ કરાવવામાં પોલીસ ની નિષ્ફળતા સામે આવી રહી છે તેવે સમયે ઉપરી અધિકારીઓ આ મામલે તળીયાઝાટક તપાસ કરે તો મોટા હપ્તા ની ચેઇન બહાર આવવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.
