થોડા દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની એક નેગેટિવ વ્યક્તિને પોઝિટિવ દર્દી તરીકે દાખલ કરવામાં આવી હતી.બાદમાં આ દર્દીનું મોત નીપજ્યું હતું. દર્દીનું મોત થયા બાદ સિવિલ તંત્ર દ્વારા દર્દીનાં સગાંને બે કલાક બાદ જાણ કરી હતી.સિવિલના તંત્રએ મૃતકનાં સ્વજનોને મોતની જાણ બે કલાક બાદ ફોન કરીને કરીકોરોનાનો RT-PCR રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હોવા છતાં કોવિડ વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કર્યા.કોંગ્રેસે તંત્રની ઘોર બેદરકારીને લીધે દર્દીનું મોત થયાનો આક્ષેપ કર્યો છે.હાલમાં અમદાવાદમાં કોરોનાના કેસોમાં મોટો વધારો થઈ રહ્યો છે. શહેરની અસારવા સિવિલમાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટ્યો છે ત્યારે હોસ્પિટલમાં કોરોનાની એક નેગેટિવ વ્યક્તિને પોઝિટિવ દર્દી તરીકે દાખલ કરવામાં આવી હતી. બાદમાં આ દર્દીનું મોત નીપજ્યું હતું. દર્દીનું મોત થયા બાદ સિવિલ તંત્ર દ્વારા દર્દીનાં સગાંને બે કલાક બાદ જાણ કરી હતી.કોરોનાનો RT-PCR રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો.આ અંગે અસારવા કોંગ્રેસ યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીને કારણે કોરોનાના નેગેટિવ દર્દીનું મોત થયાની વિગતો જાહેર કરતાં કહ્યું હતું કે અસારવા વિસ્તારના પાંચીદાસ મહોલ્લામાં રહેતાં ઈન્દિરાબેન જ્યંતીભાઈ પટેલે ગત 19 નવેમ્બરે અસારવા અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટ પ્રમાણે તેઓ કોરોના નેગેટિવ હતા. આ દિવસે રાત્રે તેમને ઓક્સિજન ઓછો પડતાં ફેમિલી ડૉક્ટરની સલાહ પ્રમાણે યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાં તેમને આ જ હોસ્પિટલની અંદર 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાં તેમનો કોરોનાનો RT-PCR રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. તેમ છતાં હોસ્પિટલના સત્તાવાળાઓએ તેમને કોવિડના પોઝિટિવ ICU વોર્ડમાં જ તેમને રાખી મૂક્યાં હતાં.ઈન્દિરાબેનનો RT-PCR રિપોર્ટ પણ નેગેટિવ આવતાં તેમનાં સગાએ તેમને અન્ય વોર્ડમાં ટ્રાન્સફર કરવા માટેની વિનંતી કરી છતાંય હોસ્પિટલના તંત્રએ તેમની વિનંતી માની નહીં. અંતે, ઈન્દિરાબેનનું 29 નવેમ્બરે સવારે મૃત્યુ થયું હતું. આમ, સિવિલ હોસ્પિટલના તબીબોની બેદરકારીને લીધે એક નિર્દોષ દર્દીએ તેનો જીવ ગુમાવ્યો હતો.ઈન્દિરાબેનનું સવારે 8.05 કલાકે મૃત્યુ થયું હતું તેમ છતાં તેમનાં સગાંને સિવિલના તંત્રએ સવારે 10.30 વાગ્યે ફોન કરીને જાણ કરી હતી. નિયમ પ્રમાણે, કોઈ પોઝિટિવ દર્દીનું મોત થાય તો તેમને સીધા જ હોસ્પિટલમાંથી સ્મશાનગૃહમાં પહોંચાડવામાં આવે છે, પરંતુ હોસ્પિટલના સત્તાવાળાઓને મોડે મોડે પોતાની ભૂલ સમજાતાં તેમણે ઈન્દિરાબેનનો મૃતદેહ તેમનાં સ્વજનોને આપવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ તેમનાં સ્વજનોએ ઈન્દિરાબેનના મૃતદેહને હોસ્પિટલમાંથી પ્રાઈવેટ એમ્બ્યુલેન્સ કરીને દૂધેશ્વર સ્મશાનગૃહમાં લઈ ગયા હતા.
