અમદાવાદ માં હાલ કોરોના ની મહામારી સમયે સરકારે નક્કી કરેલી ગાઈડ લાઇન નું ખુદ સોલા પોલીસે જ ભંગ કર્યું હોવાનું સામે આવ્યું છે,
અને દારૂના કેસ માં પકડેલા આરોપી સંજય દુબેને દોરડું બાંધી 500 લોકોના ટોળા સાથે ફેરવ્યો હતો અને કોરોના વાયરસ જેવા ગંભીર રોગ ને સંભવતઃ નોતરું આપવાનું કામ કર્યું અને જાહેરનામનો સરેઆમ ભંગ કર્યો હોવાની ફરિયાદ ગ્રામ્ય કોર્ટમાં કરવામાં આવી છે જેને લઈ પોલીસ બેડા માં ચર્ચાએ જોર પકડ્યું છે.
આરોપીના એડવોકેટ અયાઝ શેખે રજુઆત કરી હતી કે સોલા પોલીસ સ્ટેશન ના પી.આઈ. અને તેમના સ્ટાફ દ્વારા આરોપીને ઢોર માર માર્યો હતો અને દોરડું બાંધી ઘાટલોડિયા સહિતના અનેક વિસ્તારોમાં ફરાવ્યો હતો.પોલીસે 500 લોકોના ટોળા સાથે સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ કર્યો હતો.આરોપીને જે વિસ્તારમાં ફેરવવામાં આવ્યો ત્યાં ત્રણ સોસાયટી માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે તેમ છતાં સોલા પોલીસ સ્ટેશન સરકારની ગાઈડલાઈન ભૂલી ગયા હતા અને વધુ એક વખત વિવાદમાં આવ્યા છે. કારણકે અગાઉ થોડા મહિના પહેલા પણ એક બુટલેગર દ્વારા પોલીસ સ્ટેશન ના વહીવટદાર ઉપેન્દ્રસિંહ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા ત્યારે પણ આ બાબતે વહીવટદાર ઉપર કોઈ પગલાં ન લેવાતા પી.આઈ. જાડેજા ઉપર અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.આમ આ પ્રકરણે ભારે વિવાદ ઊભો કરી દીધો છે.