હાલ કોરોના ની હાડમારી વચ્ચે જનતા ને કહેવાતા ડોકટરો ના થઇ રહેલા અનુભવો અને પૈસા ની બરબાદી અંગેની સત્યતા તપાસવા માટે રાષ્ટ્રીય નિર્માણ સેના પ્રદેશ પ્રમુખ અનિલ દાફડા એ શાહીબાગ માં આવેલ હેતસ્વી હોસ્પિટલમાં ડમી પેશન્ટ બની ને પહોંચ્યા હતા અને પોતાને પથરી નો અસહ્ય દુઃખાવો થતો હોવાની વાત કરતા ત્યાં હાજર લાલચંદ રાઠોડ નામના કર્મચારીએ જ જાણે તે ફિલ્ડ ના ડોકટર હોય તે રીતે તપાસ કરી નાખી હતી અને આ હોસ્પિટલ ના લેટરપેડ ઉપર લખાણ કરી સોનોગ્રાફી નો રીપોર્ટ લઈ આવવા જણાવી દીધું હતું જોકે, આ હોસ્પિટલ ના ડોકટર ગૌરાંગ વાઘેલા ગાયબ જણાયા હતા અને તેઓ ની જગ્યા ઉપર પેશન્ટ ની તબીબી સારવાર કરતા લાલચંદ રાઠોડ ને જોઈ અનિલ ભાઈ ચોંકી ઊઠ્યાં હતા અને એક ડમી ડોકટર જ્યારે લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા જોઈ ભારે નવાઈ લાગી હતી જે વાત મીડિયા સુધી પહોંચતા સત્યડે ડોટકોમ ન્યૂઝના પ્રતિનિધિ એ આ અંગે હોસ્પિટલ ના મુખ્ય ડોક્ટર ગૌરવ વાઘેલા સાથે વાત કરતા તેઓ ગાંધીનગર આવ્યા હોવાનું જણાવી અમદાવાદ આવ્યા પછી આખી વાત જાણ્યા પછી ખબર પડે તેમ કહી હાથ ઊંચા કરી દીધા હતા તેઓની હોસ્પિટલમાં અન્ય કર્મચારી આ રીતે પેશન્ટ ની આરોગ્ય તપાસ અને નિદાન કેવી રીતે કરી શકે ? તે પ્રકાર નો ગંભીર મુદ્દો અહીં ઉપસ્થિત થતો હોવા છતાં અને આવડી મોટી હોસ્પિટલ ના લેટરપેડ નો ઉપયોગ સહિત ના અનેક નિયમો નું ઉલ્લંઘન અન્ય ના ભરોસે ચાલતી હોવાનો ભાંડફોડ થતા ડમી ડોકટર અંગે નો મામલો બહાર આવ્યો છે.
ડો.ગૌરવ વાઘેલા ના સ્થાને બેસીને કામ કરનાર ડમી ડોકટર ની ડીગ્રી પણ એક્યુપ્રેશર થેરાપી જેવી કોઈ હોવાનું સ્ટાફ માં પૂછતાં જાણવા મળ્યું હતું જોકે,તેઓ ની ચોક્કસ ડીગ્રી તપાસ નો વિષય છે પરંતુ જે ડોકટર ની આ હોસ્પિટલ છે તેઓ ની જગ્યા એ અન્ય ડમી ડોકટર હોસ્પિટલમાં પેશન્ટ ની સારવાર , તપાસ કે પછી હોસ્પિટલ ના જવાબદાર લેટરપેડ નો ઉપયોગ કેવી રીતે કરી શકે તે વાત ચોંકાવનારી છે અને ભૂતકાળમાં આવા કેટલા પેશન્ટ ની સારવાર થઈ અને હજી થઈ રહી છે જે ખુબજ ચોંકાવનારી બાબત હોઈ સબંધિત વિભાગ દ્વારા આ પ્રકરણમાં તપાસ થાય તે જરૂરી છે અનેક લોકો ની જિંદગી નો સવાલ હોય તાત્કાલીક પગલાં ભરવા માંગ થઈ છે.